Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અભિષેક-ઐશ્વર્યા અને સચિન-અંજલિએ પણ કરી ગુઢીપાડવાની ઉજવણી

અભિષેક-ઐશ્વર્યા અને સચિન-અંજલિએ પણ કરી ગુઢીપાડવાની ઉજવણી

22 March, 2015 05:36 AM IST |

અભિષેક-ઐશ્વર્યા અને સચિન-અંજલિએ પણ કરી ગુઢીપાડવાની ઉજવણી

અભિષેક-ઐશ્વર્યા અને સચિન-અંજલિએ પણ કરી ગુઢીપાડવાની ઉજવણી
















જુહુ ચોપાટી પરના છત્રપતિ શિવાજી મહારાજના પૂતળા પાસે MNS દ્વારા નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરવા ૧૦૦ ફૂટ ઊંચી ગુઢી બાંધવામાં આવી હતી. આ ગુઢી જુહુ વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અભિનેતા અભિષેક બચ્ચન અને તેની પત્ની ઐશ્વર્યા રાય હાજર રહ્યાં હતાં.

MNSની શાખા ગણાતી મહારાષ્ટ્ર નવનિર્માણ ચિત્રપટ કર્મચારી સેના આયોજિત ગુઢીપાડવાના આ કાર્યક્રમમાં ઢોલ-નગારાં સાથે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને એનું આકર્ષણ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા સાથે એક હાથી પણ રહ્યો હતો. હાથી પરથી કાર્યક્રમમાં હાજર રહેલા લોકોને સાકરનું વિતરણ કરી નવા વર્ષ નિમિત્તે મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું. દરમ્યાન વિવિધ કાર્યક્રમેાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ઢોલ-નગારાં, લેજીમ રમનારાઓની ટુકડી અને નાશિક ઢોલ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

- તસવીરો : નિમેશ દવે

Whatsapp-channel Whatsapp-channel

22 March, 2015 05:36 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK