Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > News in Shorts: એક તરફ ધનતેરસની ખરીદી બીજી તરફ ચોપડાપૂજનની

News in Shorts: એક તરફ ધનતેરસની ખરીદી બીજી તરફ ચોપડાપૂજનની

Published : 07 November, 2026 08:00 AM | Modified : 07 November, 2026 09:32 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ઘટનાને કારણે ટ્રેનોના ટાઇમટેબલને કોઈ અસર થઈ નહોતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

તસવીરો : આ‌શિષ રાજે

તસવીરો : આ‌શિષ રાજે


ગઈ કાલે એક તરફ તળ મુંબઈમાં દાગીના બજારમાં ધનતેરસ ‌નિ‌મિત્તે શુકનનો દાગીનો ખરીદવા લાઇન લાગી હતી તો બીજી તરફ લોકો ચોપડાપૂજન માટેનાં ચોપડા ખરીદતા જોવા મળ્યા હતા. તસવીરો : આ‌શિષ રાજે

સુપ્રીમ કોર્ટનો ૧૧ માર્ચનો ચુકાદો યથાવત્ : OBC ક્રીમી લેયર માત્ર આવકના આધારે નક્કી ન થઈ શકે



સુપ્રીમ કોર્ટે શુક્રવારે અધર બૅકવર્ડ ક્લાસ (OBC)ની ક્રીમી લેયર મુદ્દે ૧૧ માર્ચે આપેલા પોતાના ચુકાદાને યથાવત્ રાખ્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ક્રીમી લેયરનો દરજ્જો માત્ર માતા-પિતાની આવકના આધારે નક્કી કરી શકાય નહીં. જસ્ટિસ પી. એસ. નરસિમ્હા અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે કેન્દ્ર સરકારની એ વિનંતી ફગાવી દીધી હતી જેમાં આ ચુકાદાના અમલ માટે બે વર્ષનો સમય માગવામાં આવ્યો હતો. જોકે કોર્ટે કહ્યું હતું કે અમલ ટાળવા પાછળ કોઈ જ વાજબી કારણ નથી. જોકે કોર્ટે ચુકાદાના અમલ માટે સરકારને વધુ ૮ સપ્તાહનો સમય આપ્યો હતો.


લોહીના કૅન્સરની સારવાર કરાવી રહેલાં બુઝુર્ગ મહિલાને આર્થિક સહાયની અપીલ

મુંબઈ સેન્ટ્રલમાં આવેલી નાયર હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલાં ૬૭ વર્ષનાં કુસુમ ચાચરને લોહીનું કૅન્સર હોવાનું તપાસમાં ડૉક્ટરોને જણાઈ આવ્યું છે. તેમના બોન મૅરોની ચકાસણીમાં એ બાબત જણાઈ આવી હતી. ડૉક્ટરોએ તેમને હૉસ્પિટલમાં દાખલ કરીને વિવિધ રિપોર્ટ પણ કઢાવ્યા છે. એ પછી હાલ સારવાર માટે દર અઠવાડિયે એક એવાં ૪ ઇન્જેક્શન આપવાનો કોર્સ સજેસ્ટ કર્યો છે. એક ઇન્જેક્શન અંદાજે ૬૦૦૦ રૂપિયાથી ૭૦૦૦ રૂપિયાનું આવે છે. તેમના પરિવાર માટે એ કૉસ્ટ્લી પડી રહ્યાં છે. તેમના દીકરા અનિલ ચાચર એક પ્રાઇવેટ કંપનીમાં સિક્યૉરિટી ગાર્ડની નોકરી કરે છે. એથી તેમને માતાની સારવાર કરાવવામાં આર્થિક સંકડામણ પડી રહી છે. તેમને મદદ આ કરવા આર્થિક સહાયની અપીલ કરવામાં આવી છે. તેમને મદદ અનિલ ચાચરના મોબાઇલ નંબર 97027 30539 પર GPay દ્વારા મોકલી શકાશે.


મુંબઈ ફોટોગ્રાફર્સ અસોસિએશન દ્વારા ૧૬૦૦ સભ્યોને દિવાળી ડાયરીનું વિતરણ

મુંબઈ ફોટોગ્રાફર્સ અસોસિએશન (MPA) દ્વારા દિવાળીના પર્વ નિમિત્તે અસોસિએશનના આશરે ૧૬૦૦ લાઇફ-મેમ્બર્સને ૧૨ મહિના માટેની દિવાળી ડાયરીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે  બોરીવલી ખાતે પરંપરાગત રીતે ચોપડાપૂજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં MPAના પ્રમુખ અતુલ જે. જોશી, સંજય ગોહિલ, તમામ ટ્રસ્ટીઓ તથા કમિટી-સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ફોટો અને વિડિયોઉદ્યોગના વિકાસ તથા સભ્યોનાં હિત માટે આ તમામ સભ્યો છેલ્લાં પચીસ વર્ષથી વધુ સમયથી માનદ સેવા આપી રહ્યા છે.
મુંબઈ ફોટોગ્રાફર્સ અસોસિએશન દ્વારા છેલ્લાં બાવીસ વર્ષથી પોતાના લાઇફ-મેમ્બર્સને દર વર્ષે સંપૂર્ણ ૧૨ મહિનાની દિવાળી ડાયરી નિઃશુલ્ક આપવામાં આવે છે. આ ડાયરી ફોટોગ્રાફર્સ માટે માત્ર તારીખો અને સમયની નોંધ માટેનું સાધન જ નહીં પરંતુ ફોટો-વિડિયો ક્ષેત્ર સાથે જોડાયેલી મહત્ત્વપૂર્ણ માહિતી અને સંપર્કોનું ઉપયોગી માધ્યમ પણ બની રહી છે.
MPA દ્વારા પોતાના લાઇફ મેમ્બર્સનાં કલ્યાણ અને વ્યાવસાયિક વિકાસ માટે વર્ષ દરમ્યાન વિવિધ સામાજિક તથા શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. એમાં નિઃશુલ્ક મેડિકલ કૅમ્પ, જ્ઞાનવર્ધક વર્કશૉપની શ્રેણી, સેમિનાર, કૉન્ફરન્સ તથા ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફીના ક્ષેત્રમાં નવી ટેક્નૉલૉજી અને બદલાતા સમય સાથે સભ્યોને અપડેટ રાખવા માટેના વિવિધ કાર્યક્રમોનો સમાવેશ થાય છે.
અસોસિએશનનો મુખ્ય ઉદ્દેશ ફોટોગ્રાફર્સ અને વિડિયોગ્રાફર્સને એક મજબૂત સંગઠન સાથે જોડીને તેમના વ્યાવસાયિક વિકાસ, જ્ઞાનવૃદ્ધિ અને કલ્યાણ માટે સતત કાર્ય કરવાનો છે.

થાણેમાં રેલવે-ટ્રૅક પાસેના નાળામાં ભીષણ આગ, લોકલ ટ્રેન-વ્યવહારને કોઈ અસર નહીં

થાણે-વેસ્ટમાં જ્ઞાનસાધના કૉલેજની સામે રેલવે-ટ્રૅકને અડીને આવેલા કચરા ભરેલા નાળામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઈ હતી. ઇમર્જન્સી રિસ્પૉન્સ ટીમોએ સમયસર પહોંચીને આગ પર કાબૂ મેળવી લેતાં મોટી હોનારત ટળી હતી અને કોઈને ઈજા થઈ નહોતી. બપોરે આશરે ૨.૦૪ વાગ્યે આ ઘટના વિશે જાણ થતાં જ ફાયર-બ્રિગેડ અને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલની ટીમો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનાને કારણે ટ્રેનોના ટાઇમટેબલને કોઈ અસર થઈ નહોતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

CBSE બોર્ડની દસમા અને બારમાની ફાઇનલ એક્ઝામ ૧૬ ફેબ્રુઆરીથી 

સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) બોર્ડની દસમા અને બારમા ધોરણની બોર્ડની ૨૦૨૭ની ફાઇનલ એક્ઝામની તારીખો ગઈ કાલે જાહેર કરવામાં આવી હતી. દસમા અને બારમાની પરીક્ષાઓ ૧૬ ફેબ્રુઆરીથી શરૂ થશે. દસમાની પરીક્ષાઓ ૯ માર્ચ સુધી ચાલશે, જ્યારે બારમાની પરીક્ષાઓ ૧ એપ્રિલ સુધી ચાલશે.દસમા ધોરણની પરીક્ષા માટે ૨૬.૫ લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જ્યારે બારમાની પરીક્ષા માટે ૧૯.૮ લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. દસમા ધોરણના કુલ ૮૩ સબ્જેક્ટ છે, જ્યારે બારમા ધોરણના ૧૨૧ સબ્જેક્ટ છે.

દિવાળીમાં બૂટઘરની રોનક

હૅન્ગિંગ ગાર્ડનમાં આવેલા અને બાળકોને ગમતા બૂટઘરને દિવાળીના તહેવારમાં નવા રંગરોગાન અને લાઇટિંગથી આકર્ષક બનાવવામાં આવ્યું છે. મલબાર હિલ રિઝર્વોયર અંતર્ગત આવતા અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના હાઇડ્રોલિક ડિપાર્ટમેન્ટ દ્વારા આ ગાર્ડનને મેઇન્ટેઇન કરવામાં આવે છે. એમના દ્વારા આ બૂટઘરને નવા રંગરૂપ સાથે સજાવવામાં આવ્યું છે. નાના સાથે મોટા પણ એ જોઈને ખુશ થઈ રહ્યા છે. 

Whatsapp-channel Whatsapp-channel

07 November, 2026 09:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK