પાઇપલાઇનના આ શિફ્ટિંગનું કામ કરવા માટે અંદાજે ૧૨થી ૧૫ કલાક લાગવાના હોવાથી વિરાર-વેસ્ટ અને વિરાર-ઈસ્ટના નારંગી ફાટા વિસ્તારમાં પૂર્ણપણે પાણીની સપ્લાય બંધ કરી દેવામાં આવશે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
વિરારમાં નારંગી ફાટા પાસે ઈસ્ટ-વેસ્ટને જોડતો બ્રિજ બનાવવાનો છે. જોકે એ બ્રિજના ખોદકામ વચ્ચે પાણીની સપ્લાય કરતી મેઇન લાઇન આવતી હોવાથી બ્રિજનું કામ અટકી ગયું છે. પાઇપલાઇન શિફ્ટ કરવાનો નિર્ણય લઈ વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશન (VVMC) દ્વારા એ કામ આજે હાથ ધરવામાં આવ્યું છે. પાઇપલાઇનના આ શિફ્ટિંગનું કામ કરવા માટે અંદાજે ૧૨થી ૧૫ કલાક લાગવાના હોવાથી વિરાર-વેસ્ટ અને વિરાર-ઈસ્ટના નારંગી ફાટા વિસ્તારમાં પૂર્ણપણે પાણીની સપ્લાય બંધ કરી દેવામાં આવશે. પાઇપલાઇન શિફ્ટ કર્યા પછી પણ એમાંથી તબક્કાવાર ધીમે-ધીમે પાણી છોડવામાં આવશે એથી પાણીનું પ્રેશર ઓછું રહેશે. વિરારવાસીઓને પાણી ઓછું અને સાચવીને વાપરવાની હાકલ VVMCએ કરી છે.

