બુધવારે 19 ઓક્ટોબરના રોજ માહિતી મળી હતી કે મુંબઈ પોલીસના હેલ્પલાઈન નંબર 112 પર એક કોલ આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે મુંબઈમાં 3 બોમ્બ બ્લાસ્ટ થવાના છે.
પ્રતીકાત્મક તસવીર
દિવાળી પહેલા મુંબઈમાં બોમ્બ ધમાકા(Mumbai Bomb Threat)નું એલર્ટ જારી કરાવમાં આવ્યું છે. એક ફોન કૉલ મારફતે મુંબઈને હચમચાવી નાખાની ધમકી આપવામાં આવી છે. આ કૉલમાં જણાવાયું કે મુંબઈમાં કેટલીક જગ્યાઓ પર બોમ્બ ધમાકા થવાના છે. દિવાળી તહેવાર અને દરેક જગ્યાએ ભીડને ધ્યાને રાખી પોલીસ એલર્ટ મોડમાં આવી ચૂકી છે અને કૉલરને શોધવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. જે જગ્યા પર બોમ્બ ધમાકાની જાણ થઈ ત્યાં પોલીસની ટીમોએ સર્ચ ઓપરેશન પણ કર્યુ. જો કે ત્યાંથી કંઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો નથી.
હકીકતમાં, બુધવારે 19 ઓક્ટોબરના રોજ માહિતી મળી હતી કે મુંબઈ પોલીસના હેલ્પલાઈન નંબર 112 પર એક કોલ આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે મુંબઈમાં 3 બોમ્બ બ્લાસ્ટ થવાના છે. ફોન કરનારે દાવો કર્યો હતો કે મુંબઈના ઈન્ફિનિટી મોલ અંધેરી, પીવીઆર મોલ જુહુ અને સહારા હોટેલ એરપોર્ટમાં બોમ્બ બ્લાસ્ટ થવાના છે.
ADVERTISEMENT
પોલીસની ટીમ તમામ સ્થળે પહોંચી હતી
જે બાદ સહાર એરપોર્ટ પોલીસ જુહુ, અંબોલી અને બાંગુર નગર પોલીસ સ્ટેશન અને CISF અને BDDSની ટીમે તપાસ શરૂ કરી હતી. પોલીસે કલાકો સુધી તે સ્થળોની તપાસ કરી પરંતુ પોલીસને કોઈ વિસ્ફોટક કે શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. સૂત્રોએ જણાવ્યું કે આ ફોન કોલ ગઈ કાલે રાત્રે લગભગ 10.30 વાગ્યે આવ્યો હતો. મુંબઈ પોલીસ ફોન કરનારની ઓળખ કરી રહી છે. જો કે, ફોન કરનારને હજુ સુધી ટ્રેસ કરવામાં આવ્યો નથી.
નોંધનીય છે કે દિવાળી પહેલા દેશભરના તમામ શહેરોના બજારો લોકોથી ભરાઈ ગયા છે. આવી સ્થિતિમાં પોલીસ અને એજન્સીઓ માટે આવી ધમકીઓ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. દરેક ધમકીને ગંભીરતાથી લેવામાં આવે છે અને તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે. સુરક્ષાની દૃષ્ટિએ દરેક જગ્યાએ ચાંપતી નજર રાખવામાં આવી છે અને સૈનિકો તૈનાત છે. આ દરમિયાન ખાસ કરીને એરપોર્ટ, મોલ અને રેલવે સ્ટેશન પર ખાસ નજર રાખવામાં આવે છે.
