° °

આજનું ઇ-પેપર
Sunday, 29 January, 2023


૨૬ જાન્યુઆરીએ ‘ફિટ ઇન્ડિયા’ અંતર્ગત હાફ મૅરથૉનની પ્રોમો રન

19 January, 2023 10:57 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ દોડ સીએમએસટી સ્ટેશન સામે આવેલા મુંબઈ મહાનગરપાલિકાના હેડક્વૉર્ટરથી થશે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૯માં ‘ફિટ ઇન્ડિયા’ અ​ભિયાન શરૂ કર્યું હતું. એમાં સ્વાસ્થ્ય, વ્યાયામ, વિવિધ રમતો પ્રત્યે લોકોમાં જાગૃતિ અને દેશી રમતોને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થતો હતો. આ અભિયાન હેઠળ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા હાફ મૅરથૉનનું આયોજન કરાય છે. આ વખતે એ દોડ ફેબ્રુઆરીના બીજા પખવાડિયામાં યોજાવાની છે. એમાં ૩ કિલોમીટર, પાંચ કિલોમીટર અને ૧૦ કિલોમીટરની દોડ લગાવવાની હોય છે. એ રન પહેલાં એની તૈયારીરૂપે પ્રોમો રનનું આયોજન કરવામાં આવે છે જે આ વખતે ૨૬ જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિને આયોજિત કરાશે. ૧૦ કિલોમીટરની દોડ સવારે ૭ વાગ્યે, પાંચ કિલોમીટરની ૭.૧૫ વાગ્યે અને ૩ કિલોમીટરની ૭.૩૦ વાગ્યે શરૂ થશે. આ દોડ સીએમએસટી સ્ટેશન સામે આવેલા મુંબઈ મહાનગરપાલિકાના હેડક્વૉર્ટરથી થશે. 

19 January, 2023 10:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

બ્રિજ બંધ, પ્રૉબ્લેમ શરૂ

મુલુંડના બે ઈસ્ટ-વેસ્ટ ફુટ ઓવરબ્રિજનું સમારકામ એકસાથે હાથ ધરવામાં આવતાં લોકોએ કરવા પડે છે  ગિરદીથી વ્યસ્ત ટિકિટવાળા રેલવે બ્રિજનો ઉપયોગ : કોઈ જાતની આગોતરી નોટિસ આપ્યા વિના બ્રિજ બંધ  કરવામાં આવ્યા અને કામ પૂરું થવાની કોઈ સમયમર્યાદા પણ જાહેર ન કરી

28 January, 2023 06:16 IST | Mumbai | Rajendra B Aklekar
મુંબઈ સમાચાર

૧૭૭ ઝાડની કેમ કોઈ કિંમત નહીં?

કોરોનાનો હાઉ નથી ત્યારે મેટ્રો માટે આ વૃક્ષો કાપવા માટે જાહેર સુનાવણી ન કરવા બદલ પર્યાવરણ ઍક્ટિવિસ્ટ્સ બીએમસી પર ભડક્યા છે

26 January, 2023 09:34 IST | Mumbai | Ranjeet Jadhav
મુંબઈ સમાચાર

Mumbai: હવે બોરવેલ ખોદવા માટે સ્થાનિક પ્રશાસનની મંજૂરી ફરજિયાત

થાણેમાં બોરવેલ ખોદતી વખતે પાણીની પાઈપલાઈન ફાટવાથી પ્રશાસને લીધો આ નિર્ણય.

25 January, 2023 01:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK