બૃહન્મુંબઈ મહાનગર પાલિકા (BMC) મલાડ પૂર્વમાં મલાડ હિલ જળાશયમાં ઇનલેટ અને આઉટલેટ વાલ્વ બદલવાનું કામ શરૂ કરશે. આ સમારકામની કામગીરી બે તબક્કામાં 9 અને 13 ઑક્ટોબરના રોજ સવારે 8થી 12 દરમિયાન કરવામાં આવશે
નળની પ્રતીકાત્મક તસવીર
સોમવારથી મુંબઈના કેટલાક ભાગોમાં BMC પાણી (Mumbai Water Supply) કાપ શરૂ થવા જઈ રહી છે. વાસ્તવમાં, બૃહન્મુંબઈ મહાનગર પાલિકા (BMC) મલાડ પૂર્વમાં મલાડ હિલ જળાશયમાં ઇનલેટ અને આઉટલેટ વાલ્વ બદલવાનું કામ શરૂ કરશે. આ સમારકામની કામગીરી બે તબક્કામાં 9 અને 13 ઑક્ટોબરના રોજ સવારે 8થી 12 દરમિયાન કરવામાં આવશે. આના કારણે ગોરેગાંવ, મલાડ અને કાંદિવલી પૂર્વમાં બંને દિવસે 9 અને 13 ઑક્ટોબરના રોજ 16 કલાક પાણી પુરવઠો પૂરો પાડવામાં આવશે નહીં.
BMCએ કહ્યું કે કુલ 10 વોટર વાલ્વ જૂના અને ક્ષતિગ્રસ્ત હોવાથી તેને બદલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પ્રથમ તબક્કામાં સોમવારે 900 mm વ્યાસના વાલ્વ અને 750 mm વ્યાસના વાલ્વ બદલવામાં આવશે. જ્યારે બીજા તબક્કામાં 13મી ઑક્ટોબરે 900 એમએમ વ્યાસ અને 750 એમએમ વ્યાસના બે વોટર વાલ્વ બદલવાની કામગીરી કરવામાં આવશે.
ADVERTISEMENT
મુંબઈના કયા વિસ્તારોમાં પાણી નહીં આવે?
આ બે દિવસોમાં સવારે 8 વાગ્યાથી મધરાત 12 સુધી મલાડ પૂર્વ, ગોરેગાંવ પૂર્વ, બંદોંગરી, જલવાડ નગર, અશોક નગર, લોખંડવાલા, હનુમાન નગર, વાડેરપારા-1 અને 2, કાંદિવલી નરસીપારામાં પાણી પુરવઠો ખોરવાઈ જશે. BMCએ આ વિસ્તારોના રહેવાસીઓને અપીલ કરી છે કે તેઓ આ સમયગાળા દરમિયાન પાણીનો પૂરતો પુરવઠો જાળવી રાખે અને પાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરે.
નવી મુંબઈમાં પાણી કાપ
મહારાષ્ટ્ર રાજ્ય વિદ્યુત વિતરણ કંપની સોમવાર, 9 ઑક્ટોબરના રોજ ભોકરપાડા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે 100/22 KV સબસ્ટેશનની જાળવણી કાર્ય હાથ ધરશે, જેના કારણે ભોકરપાડા જળ શુદ્ધિકરણ કેન્દ્રમાં પાણી પુરવઠો બંધ રહેશે. પરિણામે આવતીકાલે 9 ઑક્ટોબરે સાંજે નવી મુંબઈ મહાનગર પાલિકાના બેલાપુર, નેરુલ, તુર્ભે, વાશી, કોપરખૈરણે, ઘણસોલી, ઐરોલી વિભાગોમાં પાણી પુરવઠો પૂરો પાડવામાં આવશે નહીં.
આ વર્ષે નહીં થાય પાણીકાપ
મુંબઈગરાંઓ માટે આ ખૂબ જ આનંદના સમાચાર છે. બીએમસીએ જૂન 2024 સુધી મુંબઈમાં કોઈપણ પ્રકારના પાણી કાપ ન કરવાનો નિર્ણય લીધો છે. મુંબઈને પાણીનો સપ્લાય પૂરો પાડતાં તળાવોમાં પાણીનું પર્યાપ્ત સ્તર ભરાઈ ગયા બાદ બીએમસીએ આ નિર્ણય લીધો છે. બીએમસીનું કહેવું છે કે તળાવમાં પાણીનું સ્તર પર્યાપ્ત માત્રામાં હોવાને કારણે આગામી જૂન મહિના સુધી પાણી પૂરવઠામાં કોઈપણ પ્રકારનો કાપ કરવામાં આવશે નહીં.
સાત તળાવોમાં પાણીનું સ્તર બુધવારે 99 ટકા સુધી પહોંચ્યું
મુંબઈને પાણીનો પૂરવઠો પાડનારા સાતેય તળાવોમાં પાણીનું સ્તર બુધવારે 99.6 ટકા સુધી પહોંચી ગયું, જે 14.42 લાખ મિલિયન લીટર છે. જેથી આગામી મૉનસૂન સુધી શહેરમાં કોઈપણ પ્રકારનો પાણી કાપ (No Water Cut)કરવામાં નહીં આવે. આની સાથે મુંબઈ અને પાડોશી જિલ્લામાં યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. શહરેમાં અને આસપાસના જિલ્લામાં વધારે વરસાદની શક્યતા છે. 27 સપ્ટેમ્બર, 2022ના રોજ સાતેય તળાવોમાં પાણીનો સ્ટૉક 98 ટકા હતો, જ્યારે 2021માં પાણીનો જથ્થો 99.09 ટકા હતો.


