Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > BMCની કૅન્ટીન એક મહિના પછી ફરી શરૂ થઈ

BMCની કૅન્ટીન એક મહિના પછી ફરી શરૂ થઈ

Published : 21 August, 2026 10:43 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બાવીસમી જુલાઈએ કૅન્ટીનમાં અસ્વછતા અને ભોજનમાં ખામીઓ જણાયા બાદ કૅન્ટીનનું રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‌મિનિસ્ટ્રેશન (FDA)ની રેઇડ બાદ બંધ કરવામાં આવેલી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની કૅન્ટીન ગુરુવારે સ્વચ્છતા અને ફૂડ-સેફ્ટીના બધા જ નિયમોને ધ્યાનમાં લઈને ફરી શરૂ કરવામાં આવી હતી. કૅન્ટીનમાં સ્ટાફ પણ માથા પર હેરનેટ અને ગ્લવ્ઝ પહેરીને ફૂડ સર્વ કરી રહ્યો હતો. બાવીસમી જુલાઈએ કૅન્ટીનમાં અસ્વછતા અને ભોજનમાં ખામીઓ જણાયા બાદ કૅન્ટીનનું રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું અને બાવીસ ત્રુટિઓ FDAએ બતાવી હતી. એમાંથી ગુરુવારે ૧૯ ત્રુટિઓનું નિવારણ આવી ગયા બાદ કૅન્ટીનનું રજિસ્ટ્રેશન ફરી માન્ય કરવામાં આવ્યું હતું.

ઉંદરોને અને કૉક્રૉચને કન્ટ્રોલમાં રાખવા એ અમારા ગજા બહારની વાત : AHAR



ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‌મિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તુકારામ મુંઢેની દોરવણી હેઠળ કરવામાં આવી રહેલી કડક કાર્યવાહી બાબતે હવે ઇન્ડિયન હોટેલ ઍન્ડ રેસ્ટોરાં અસોસિએશન (AHAR)ના વડા વિજય શેટ્ટીએ કહ્યું હતું કે ‘ઉંદરો અને કૉક્રૉચ પર કન્ટ્રોલ કરવો એ હોટેલો માટે ગજા બહારની વાત છે. એથી જો આ બાબતે થોડું ઘણું નિયમોનું ઉલ્લંઘન થતું હોય તો લાઇસન્સ સસ્પેન્ડ ન કરવું જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

21 August, 2026 10:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK