Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લગ્નજીવનમાં સામાન્ય મતભેદોને માનસિક ત્રાસ ગુજારવો ન કહેવાય

લગ્નજીવનમાં સામાન્ય મતભેદોને માનસિક ત્રાસ ગુજારવો ન કહેવાય

Published : 21 August, 2026 07:11 AM | Modified : 21 August, 2026 02:30 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પત્ની વારંવાર પોતાની સાથે અને મમ્મી સાથે ઝઘડો કરતી હોવાનું કારણ આપીને પતિએ કરેલી છૂટાછેડાની અરજી હાઈ કોર્ટ દ્વારા ફગાવવામાં આવી

બૉમ્બે હાઈ કોર્ટ

બૉમ્બે હાઈ કોર્ટ


પત્ની વારંવાર પોતાની સાથે અને પોતાની મમ્મી સાથે ઝઘડા કરતી હોવાનું કારણ આપીને પતિ દ્વારા છૂટાછેડાની કરવામાં આવેલી અરજીને બૉમ્બે હાઈ કોર્ટે ફગાવી દીધી હતી. લગ્નસંસ્થામાં ફેરફાર થઈ રહ્યા છે ત્યારે ફક્ત પાર્ટનર દ્વારા અણગમતું વર્તન થાય કે પછી થોડા મતભેદો થાય એને માનસિક ત્રાસ ગણી ન શકાય એવું નિરીક્ષણ કરીને હાઈ કોર્ટે પતિ દ્વારા કરવામાં આવેલી છૂટાછેડાની અરજી ફગાવી દીધી હતી. પતિએ પત્નીના આવા વર્તનને કારણે તેને માનસિક ત્રાસ સહન કરવો પડતો હોવાનું અરજીમાં જણાવ્યું હતું.

હાઈ કોર્ટની નાગપુર બેન્ચે કહ્યું હતું કે ‘આપણી અરસપરસના જીવનમાં ઘણા જ ફેરફારો થયા છે અને એ જ રીતે લગ્નસંસ્થામાં ફરજો અને જવાબદારીઓની બાબતે પણ ફેરફારો થયા છે. એક જણ માટે જે હેરાનગતિ કે ક્રૂરતા છે તે કદાચ બીજા પાર્ટનર માટે ન પણ હોય. બન્ને જણ કઈ રીતનું જીવન જીવી રહ્યા છે અને તેમની આર્થિક તથા સામાજિક સ્થિતિ શું છે એના પર પર હેરાનગતિ-ક્રૂરતાનો આધાર રાખે છે. નાની-મોટી બાબતોને ક્રૂરતા ગણી ન શકાય.’



ઉલ્લેખનીય છે કે બૉમ્બે હાઈ કોર્ટ ૪૪ વર્ષના પતિ દ્વારા ફૅમિલી કોર્ટના છૂટાછેડા ન આપવાના નિર્ણયને પડકારતી અરજીની સુનાવણી બૉમ્બે હાઈ કોર્ટે હાથ ધરતી વખતે આ ચુકાદો આપ્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

21 August, 2026 02:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK