૧૬ સપ્ટેમ્બરે તાતા મેમોરિયલ હૉસ્પિટલના સહયોગથી કૅન્સરના દરદીઓ માટે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે
નરેન્દ્ર મોદી
ધ ગ્રેન રાઇસ ઍન્ડ ઑઇલસીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશન દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે મંગળવારે ૧૬ સપ્ટેમ્બરે તાતા મેમોરિયલ હૉસ્પિટલના સહયોગથી કૅન્સરના દરદીઓ માટે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. શિબિરનો સમય સવારે ૧૦.૩૦થી સાંજે ૫.૩૦ વાગ્યાનો હશે. સ્થળ: નંદા હૉલ, પહેલે માળે, વ્યાપાર ભવન, APMC માર્કેટ નંબર-૨, દાણાબંદર, વાશી.


