આ ઘટનાની જાણ થતાં પોલીસ, પ્રશાસન, ફાયર બ્રિગેડ અને સરકારી ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં અને રેસ્ક્યુ ઑપરેશનને દોરવણી આપી હતી.
ફટાકડાની એક ફૅક્ટરીમાં ગઈ કાલે બપોરે એક વાગ્યે થયેલા બ્લાસ્ટમાં બે જણનાં મોત થયાં
નાગપુરથી ૫૦ કિલોમીટર દૂર કળમેશ્વર તાલુકાના કોતવાલબુડીમાં આવેલી ફટાકડાની એક ફૅક્ટરીમાં ગઈ કાલે બપોરે એક વાગ્યે થયેલા બ્લાસ્ટમાં બે જણનાં મોત થયાં હતાં અને અનેક લોકો ઘાયલ થયા હતા. બ્લાસ્ટને કારણે આગ પણ લાગી હતી, જે બાજુના જંગલમાં ફેલાઈ હતી. જોકે એ વધુ વકરે એ પહેલાં એના પર થોડી જ વારમાં કાબૂ મેળવી લેવાયો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ, પ્રશાસન, ફાયર બ્રિગેડ અને સરકારી ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં અને રેસ્ક્યુ ઑપરેશનને દોરવણી આપી હતી.

