Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અંબાણી વેડિંગ ઇફેક્ટ્સ: બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સની ફાઇવસ્ટાર હોટેલમાં એક દિવસનું ભાડું એક લાખ રૂપિયા

અંબાણી વેડિંગ ઇફેક્ટ્સ: બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સની ફાઇવસ્ટાર હોટેલમાં એક દિવસનું ભાડું એક લાખ રૂપિયા

09 July, 2024 03:33 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ લગ્નનું આયોજન બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલા જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ૧૨થી ૧૪ જુલાઈ દરમ્યાન કરવામાં આવ્યું છે.

ટ્રાયડન્ટ હૉટેલ

લાઇફમસાલા

ટ્રાયડન્ટ હૉટેલ


મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં લગ્નને કારણે હોટેલના ભાવ વધી ગયા છે. આ લગ્નનું આયોજન બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલા જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ૧૨થી ૧૪ જુલાઈ દરમ્યાન કરવામાં આવ્યું છે. આ લગ્નને કારણે એની આસપાસની તમામ ફાઇવસ્ટાર હોટેલના ભાવ વધી ગયા છે. મોટા ભાગની ફાઇવસ્ટાર હોટેલની રૂમ બુક થઈ ગઈ છે. ટ્રાયડન્ટ અને સૉફિટેલ જેવી હોટેલની બધી રૂમ બુક થઈ ગઈ છે. એક હોટેલમાં જે રૂમનું ભાડું ૧૩,૦૦૦ હતું એનું હાલમાં ૯૧,૩૫૦ રૂપિયા થઈ ગયું છે. આ ડિમાન્ડ ફક્ત ત્રણ દિવસ પૂરતી છે. આ લગ્નને કારણે મુંબઈ પોલીસ વેન્યુની આસપાસના રોડ બંધ કર્યા હોવાની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રકારની ઇવેન્ટને કારણે ફક્ત હોટેલ જ નહીં, ફ્લાઇટના ભાવ પણ વધી ગયા છે. બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સની હોટેલના ભાવને કારણે એની આસપાસની અન્ય ફાઇવસ્ટાર હોટેલના ભાવમાં પણ ઘણો વધારો થયો છે.


Whatsapp-channel Whatsapp-channel

09 July, 2024 03:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK