કિરીટ સોમૈયાએ કહ્યું હતું કે ‘આદિત્ય ઠાકરેને ડર છે કે આ કેસમાં તેમના પિતા ઉદ્ધવ ઠાકરેનું નામ ન આવે.
કિરીટ સોમૈયા
હોર્ડિંગ-દુર્ઘટના બાદ ભારતીય જનતા પાર્ટીના નેતા અને ભૂતપૂર્વ સંસદસભ્ય કિરીટ સોમૈયાએ એક ન્યુઝ-એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોનાં મોત માટે ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતનો ભાઈ સુનીલ રાઉત જવાબદાર છે. કિરીટ સોમૈયાએ કહ્યું હતું કે ‘આદિત્ય ઠાકરેને ડર છે કે આ કેસમાં તેમના પિતા ઉદ્ધવ ઠાકરેનું નામ ન આવે. એ જ રીતે સંજય રાઉતને પણ ડર છે કે આ કેસની તપાસ કરી રહેલી પોલીસ તેના ભાઈ સુનીલ રાઉતને ન પકડે, કારણ કે તેનું નામ પણ શંકાના દાયરામાં આવી ગયું છે. એ વખતે આ હોર્ડિંગ જ્યાં ઊભું કરવામાં આવ્યું છે એ જગ્યા રાજ્ય સરકાર હસ્તક હતી. ઉદ્ધવ ઠાકરે ૨૮ નવેમ્બરે રાજ્યના મુખ્ય પ્રધાન બન્યા હતા અને ૭ ડિસેમ્બરે ભાવેશ ભિંડેને એ હોર્ડિંગ ઊભું કરવાનો કૉન્ટ્રૅક્ટ મળ્યો હતો. એથી આ ૧૪ મોત માટે ઉદ્ધવ ઠાકરે અને સુનીલ રાઉતને જવાબદાર ગણવા જોઈએ.’