નોંધનીય છે કે મુંબઈમાં પણ પાર્ટીએ ૨૬ પદાધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા
પ્રતીકાત્મક તસવીર
ભારતીય જનતા પાર્ટી (BJP)એ શિસ્તભંગનું કારણ આપીને મુંબઈ પછી નાગપુરમાં પણ પાર્ટીના પદાધિકારીઓને ૬ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. સસ્પેન્ડ કરવામાં આવેલા પદાધિકારીઓ પર પાર્ટીની છબિ ખરાબ કરવાના પ્રયાસનો અને મહાયુતિના ઉમેદવારો સાથે સહયોગ ન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હોવાની માહિતી મળી હતી. નોંધનીય છે કે મુંબઈમાં પણ પાર્ટીએ ૨૬ પદાધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા. નાગપુરમાં પણ પાર્ટીએ ૩૨ પદાધિકારીઓ અને કાર્યકરો સામે કાર્યવાહી કરી છે. નાગપુરમાં સસ્પેન્ડેડ BJP નેતાઓમાં ભૂતપૂર્વ મેયર અર્ચના ડેહનકરના હસબન્ડ વિનાયક ડેહનકર, ભૂતપૂર્વ કૉર્પોરેટર સુનીલ અગ્રવાલ અને ધીરજ ચવાણનો સમાવેશ થાય છે.


