છત્રપતિ શિવાજી મહારાજના વંશજ ઉદયનરાજેની માગણી
રાજ્યસભાના સંસદસભ્ય ઉદયનરાજ, રાજભવનની જમીન
મહારાષ્ટ્રના રાજ્યપાલના નિવાસસ્થાન માટે મુંબઈમાં ૪૮ એકર જમીન ફાળવવામાં આવી છે. આ વિશે છત્રપતિ શિવાજી મહારાજના વંશજ અને રાજ્યસભાના સંસદસભ્ય ઉદયનરાજેએ ગઈ કાલે સાતારામાં પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળીને છત્રપતિ શિવાજી મહારાજનું સ્મારક સમુદ્રમાં બનાવવાની માગણી કરી હતી. સમુદ્રમાં સ્મારક બનાવવાનું શક્ય ન હોય તો મુંબઈમાં રાજભવનની જમીન ફાળવવામાં આવે. રાજ્યપાલનું નિવાસસ્થાન ૪૮ એકર જમીનમાં બનાવવામાં આવ્યું છે. રાજભવન માટે આઠ એકર જમીન પૂરતી છે. અરબી સમુદ્રમાં સ્મારક બનાવવામાં અનેક મુશ્કેલી થશે. આથી રાજભવનની જમીનમાંથી કેટલીક જગ્યામાં સ્મારક બનાવવામાં આવે. જરૂર લાગે તો રાજ્યપાલના રહેવા માટે બીજી જગ્યા બાંધી આપો. મેયરના બંગલામાં બાળાસાહેબ ઠાકરેનું સ્મારક બની જ રહ્યું છે એવી રીતે રાજભવનની જગ્યામાં છત્રપતિ શિવાજી મહારાજનું સ્મારક બની શકે છે. રાજ્યપાલ મોટા કે છત્રપતિ?’

