આ બાબતે અંતિમ નિર્ણય એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ લેશે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ
મહાયુતિના બે પક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિવસેના (એકનાથ શિંદે જૂથ) વચ્ચે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની કુલ ૨૨૭ બેઠકોની વહેંચણી બાબતે ગઈ કાલે બીજી સંયુક્ત બેઠકનું આયોજન કરાયું હતું જેમાં ૧૫૦ બેઠકો પર સમજૂતી સધાઈ છે અને બાકીની ૭૭ બેઠકો પર પણ આવનારા બે–ચાર દિવસોમાં સમજૂતી સાધવામાં આવશે એમ BJP મુંબઈના અધ્યક્ષ અમીત સાટમ અને શિવસેનાના ઉદય સામંતે જણાવ્યું હતું. જોકે આ બાબતે અંતિમ નિર્ણય એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ લેશે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


