મિત્રો સમજ્યા કે તે મજાક કરી રહ્યો છે એટલે તેની મદદે ન ગયા
પ્રતીકાત્મક તસવીર
નાગપુરના વાથોડા વિસ્તારના એક ફાર્મહાઉસમાં બર્થ-ડે પાર્ટીના સેલિબ્રેશનમાં ૨૪ વર્ષના યુવાન પ્રાંજળ રાવળેનું મોત થતાં રંગમાં ભંગ પડ્યો હતો. આ દુ:ખદ ઘટના બુધવારે બપોરે બે વાગ્યે બની હતી. પ્રાંજળને તરતાં નહોતું આવડતું છતાં તેણે ફાર્મહાઉસના સ્વિમિંગ-પૂલના ઊંડા પાણીમાં કૂદકો માર્યો હતો. એ પછી તે ડૂબવા માંડ્યો હતો. તેણે બચવા માટે હવાતિયાં મારતાં હાથ-પગ પછાડ્યા હતા. તેના મિત્રોને થયું કે તે મજાક કરી રહ્યો છે એટલે શરૂઆતમાં તેને જોવા છતાં મદદ માટે ન ગયા. જોકે એ પછી પણ તે જ્યારે ઉપર ન આવ્યો ત્યારે મિત્રોએ ઘટનાની ગંભીરતા સમજીને તેને બહાર કાઢ્યો હતો. તે બેહોશ થઈ ગયો હતો. તેને તરત જ ડૉક્ટર પાસે લઈ જવામાં આવતાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
ગયા અઠવાડિયે ભાઈંદરમાં ૧૧ વર્ષના ગ્રંથ મુથાનું સ્વિમિંગ-પુલમાં ડૂબી જવાથી મોત થયું હતું.


