ઓશિવરા પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘પવન સિંહના મૅનેજર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી
‘બિગ બૉસ 19’ની ફિનાલેમાં સલમાન ખાન સાથે પવન સિંહ.
ભોજપુરી સ્ટાર પવન સિંહને લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગના સભ્યો હોવાનો દાવો કરતા અજાણ્યા શખ્સો તરફથી ગોળી મારી દેવાની ધમકી મળી છે. પવન સિંહને સલમાન ખાન સાથે સ્ટેજ શૅર ન કરવાની ચીમકી આપનારા વિરુદ્ધ મુંબઈ-પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ઓશિવરા પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘પવન સિંહના મૅનેજર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેમણે દાવો કર્યો હતો કે તેમને લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગ તરફથી પવન સિંહ અને તેમની ટીમના સભ્યોને ધમકીભર્યા ફોન આવે છે તેમ જ મેસેજ પર પણ મોટી રકમની માગણી કરવામાં આવી હતી.’
ADVERTISEMENT
મૅનેજરના જણાવ્યા મુજબ લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગે કહ્યું હતું કે ‘પવન સિંહને કહી દે કે તે મારા ફોન ઉપાડતો નથી, તેનું કાઉન્ટડાઉન આજથી શરૂ થાય છે. તે સલમાન ખાન સાથે કામ કરે છેને? અમે તેને લખનઉમાં મારી નાખીશું.’
પવન સિંહ ‘બિગ બૉસ 19’ની ફિનાલેમાં હાજર રહ્યો હતો, જોકે તેને એ પહેલાં જ ફોન પર ધમકી આપવામાં આવી હતી. પોલીસે મોબાઇલ નંબર અને કૉલ-ડિટેઇલના આધારે તપાસ શરૂ કરી છે.


