કબીર ચૌધરી અને સંતોષ પાટીલ નામના બે આરોપીઓએ ૨૯ જૂનથી ૪ જુલાઈ સુધી સ્મશાનમાં મેલી વિદ્યા કરી હોવાનું કબૂલ્યું હતું
પ્રતીકાત્મક તસવીર
ભિવંડીના પિંપલાસન ગામના સ્મશાનમાં તાંત્રિક વિદ્યા કરનારા બે ધુતારાઓની પોલીસે ધરપકડ કરી છે. સ્મશાનમાં બેસીને બે મહિલાઓના ફોટો પર લીંબુ ચોંટાડીને કાળા કપડાથી બાંધીને સ્મશાનમાં મૂકવામાં આવ્યા હતા. ગામના પોલીસ પાટીલને આ વાતની જાણ થતાં તપાસ આદરીને બે આરોપીઓને પોલીસ સુધી પહોંચાડવામાં તેમણે મદદ કરી હતી. પોલીસ પાટીલ એટલે સરકાર દ્વારા નીમવામાં આવેલી વ્યક્તિ જે ગામમાં કાયદો-વ્યવસ્થા જળવાય એની તકેદારી રાખે અને કોઈ બનાવ બને તો પોલીસને તપાસમાં મદદ કરે.
કબીર ચૌધરી અને સંતોષ પાટીલ નામના બે આરોપીઓએ ૨૯ જૂનથી ૪ જુલાઈ સુધી સ્મશાનમાં મેલી વિદ્યા કરી હોવાનું કબૂલ્યું હતું. જે મહિલાઓ પર મેલી વિદ્યા કરવામાં આવી રહી હતી એની માહિતી મેળવવા માટે અને આ કૃત્ય પાછળનો ઉદ્દેશ શું હતો એ જાણવા માટે પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે.


