ઘટના મે મહિનામાં બની હતી જ્યારે છોકરાએ છોકરીને પોતાના ઘરે બોલાવી હતી અને પછી તેના પર બળાત્કાર કર્યો હતો. એ પછી છોકરી પ્રેગ્નન્ટ થઈ હોવાની જાણ થઈ હતી. આ કેસની તપાસ ચાલી રહી છે
પ્રતીકાત્મક તસવીર
ભિવંડીમાં રહેતી ૧૪ વર્ષની એક કિશોરીને તેના જ ક્લાસમાં ભણતા છોકરાએ ગર્ભવતી કરી હોવાની ચોંકાવનારી ઘટના બની છે. આ બાબતે ફરિયાદ થતાં ભિવંડી પોલીસે ગુરુવારે ૧૪ વર્ષના છોકરા સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO-પૉક્સો) ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. ભિવંડીના એક પોલીસ-ઑફિસરે કહ્યું હતું કે ‘આ કેસમાં પીડિત છોકરી અને આરોપી છોકરો બન્ને એક જ વિસ્તારમાં રહે છે અને એક જ સ્કૂલમાં, એક જ ક્લાસમાં ભણે છે. આ ઘટના મે મહિનામાં બની હતી જ્યારે છોકરાએ છોકરીને પોતાના ઘરે બોલાવી હતી અને પછી તેના પર બળાત્કાર કર્યો હતો. એ પછી છોકરી પ્રેગ્નન્ટ થઈ હોવાની જાણ થઈ હતી. આ કેસની તપાસ ચાલી રહી છે, પણ કોઈ ધરપકડ કરવામાં આવી નથી.’

