ભાઈંદરમાં ચોરે એક કબાટમાં મૂકેલી ચાવીથી બીજા કબાટમાં રાખેલા દાગીનાની ચોરી કરી, આપણે નજીકના સંબંધી અને પાડોશીઓ સાથે ઘરની અંગત બાબતો શૅર કરીએ છીએ એ મુશ્કેલીમાં મૂકી શકે છે.
તમારા ઘરની માહિતી કોઈને આપતાં પહેલાં વિચાર કરજો
આપણે નજીકના સંબંધી અને પાડોશીઓ સાથે ઘરની અંગત બાબતો શૅર કરીએ છીએ એ મુશ્કેલીમાં મૂકી શકે છે. ભાઈંદરમાં બંધ ઘરમાં ત્રણ દિવસ પહેલાં ચોરી થઈ હતી એમાં અંગત માહિતીના આધારે ચોરે હાથસફાઈ કરી હોવાનું જાણવા મળ્યું હતું. ભાઈંદર-ઈસ્ટમાં નવઘર વિસ્તારમાં આવેલા ચંદ્રાવતી પૅલેસમાં રહેતા ફોટોગ્રાફર દીપક ધુરીના બંધ ઘરના દરવાજાની કડી તોડીને એક તસ્કર અંદર પ્રવેશ્યો હતો. ઘરમાં ગયા બાદ ચોર બેડરૂમમાં ગયો હતો અને તેણે તેની પાસેની ચાવીથી એક કબાટ ખોલ્યો હતો. કબાટમાં મૂકેલી ચાવી લઈને બાજુનું કબાટ ખોલ્યું હતું અને એની અંદર રાખવામાં આવેલા સોનાના દાગીના અને રોકડ રકમ લઈ લીધી હતી અને બાદમાં પલાયન થઈ ગયો હતો.