° °

આજનું ઇ-પેપર
Friday, 24 September, 2021


બેસ્ટની નવી ડબલ-ડેકર ઈ-બસ હવે ૨૦૨૨માં જ આવી શકશે

06 August, 2021 08:41 AM IST | Mumbai | Rajendra B Aklekar

પર્યાવરણનું જતન કરવાના આશય સાથે મોંઘી હોવા છતાં ડીઝલને બદલે ૧૦૦ ઇલેક્ટ્રિક બસ મગાવી છે

ડિસેમ્બર, ૨૦૨૦માં બેસ્ટના કાફલામાં માત્ર ૬૦ ડબલ-ડેકર હતી. ૨૦૨૩ સુધીમાં આ બસને ભંગારમાં કાઢી નખાશે.

ડિસેમ્બર, ૨૦૨૦માં બેસ્ટના કાફલામાં માત્ર ૬૦ ડબલ-ડેકર હતી. ૨૦૨૩ સુધીમાં આ બસને ભંગારમાં કાઢી નખાશે.

ઇલેક્ટ્રિક વાહનો તરફ વળવાની બેસ્ટની નીતિએ ડબલ-ડેકર બસોની ઉપયોગિતા કે આવશ્યકતા પર પ્રશ્ન ઊભા કર્યા છે. ખર્ચ અમર્યાદ વધી રહ્યો છે તથા ખરીદીઓ પણ વધી રહી છે. બેસ્ટના ચીફે ગઈ કાલે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે બેસ્ટના ઇલેક્ટ્રિફિકેશનમાં થયેલા વિલંબ છતાં નવી ઈ-બસ ૨૦૨૨ સુધીમાં જ આવી શકશે. 
મુંબઈગરાઓની માગણી જેને ‘મિડ-ડે’ દ્વારા પ્રથમ વાચા અપાઈ હતી એ બેસ્ટે નવેમ્બર, ૨૦૨૦માં ૧૦૦ ઑટોમેટિક ટ્રાન્સમિશન ભારત સ્ટાન્ડર્ડ VI ક્લાસ પાવર ઑપરેટેડ દરવાજા ધરાવતી 
નૉન-એસી ડબલ-ડેકર બસનો ઑર્ડર મૂક્યો હતો.  
ઇલેક્ટ્રિક ડબલ-ડેકર વાહનોની કિંમત ડીઝલનાં વાહનો કરતાં ઘણી વધુ હોવાથી અગાઉના ખર્ચાની ગણતરીઓ ખોટી પડી રહી હતી. ૭૦ લાખ રૂપિયામાં પડતી ડીઝલ પર ચાલતી ડબલ-ડેકર બસની સામે ઇલેક્ટ્રિક ડબલ-ડેકર બસની કિંમત ૧.૭૦ કરોડ રૂપિયા થાય છે. જોકે ઇલેક્ટ્રિક વાહનો પર કેન્દ્ર સરકાર દ્વારા સબસિડી ઑફર કરવામાં આવે છે, એમ જણાવતાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે એનો કઈ રીતે ઉપયોગ કરી શકાય એની ગણતરી કરવામાં આવી રહી છે. ડીઝલથી ચાલતી બસો ૨૦૨૧માં આવવાની હતી, પરંતુ ઈ-વેહિકલ્સ ૨૦૨૨ સુધી જ આવી શકશે. 
નવી ૧૦૦ ઇલેક્ટ્રિક ડબલ-ડેકર બસનો કાફલો આવતાં પહેલાં જૂની ડીઝલથી ચાલતી ડબલ-ડેકર બસોને ૨૦૨૩ સુધીમાં ભંગારમાં કાઢી નાખવામાં આવશે એવી ખાતરી બેસ્ટના ચૅરમૅન આશિષ ચેમ્બુરકરે આપી હતી.

06 August, 2021 08:41 AM IST | Mumbai | Rajendra B Aklekar

અન્ય લેખો

મુંબઈ સમાચાર

Thane : હત્યાના ગુનામાં દોષી ઠર્યા બાદ ગુનેગારે કોર્ટમાં વકીલ પર કર્યો હુમલો

અધિકારીએ કહ્યું કે, “તેણે સરકારી વકીલ સાથે દુર્વ્યવહાર કરતા કહ્યું કે, આ માત્ર એક ટ્રેલર હતું, ચિત્ર હજુ પૂરું થયું નથી, હું તને સમાપ્ત કરીશ.”

23 September, 2021 08:08 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

Mumbai : સલૂનના માલિકે માતા-પુત્રીને રૂમમાં બંધ કરી 1.5 લાખ રૂપિયાની માંગણી કરી

મલાડ પોલીસના જણાવ્યા મુજબ, પીડિતા સોનલ સોલંકી (38), તેની પુત્રી પ્રીતિ (18) અને ભત્રીજી હેમાને આરોપી સોનિયા શિવલિંગમે સલૂનના રૂમમાં બંધ કરી દીધા હતા.

23 September, 2021 07:12 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

નવી મુંબઈમાં દેહ વ્યાપાર કરતા રેકેટનો પર્દાફાશ; ચાર મહિલાઓને ઉગારી લેવાઈ

બુધવારે નવી મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચના માનવ તસ્કરી વિરોધી સેલ દ્વારા વાશીમાં એક રેસ્ટોરન્ટમાં દરોડા પાડ્યા બાદ આ ધરપકડ કરવામાં આવી હતી.

23 September, 2021 06:26 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK