ટ્રાન્સપોર્ટ ઑથોરિટી દ્વારા જાણવા મળ્યું
ફાઇલ તસવીર
ટ્રાન્સપોર્ટ ઑથોરિટી દ્વારા જાણવા મળ્યું છે કે બેસ્ટે ૨,૨૩૭ બસ ખરીદવા માટે શહેરની સુધરાઈ પાસે ૩,૪૧૯ કરોડ રૂપિયાની માગણી કરી છે.
બેસ્ટના નવા જનરલ મૅનેજર વિજય સિંઘલે ગયા મહિને બીએમસીના કમિશનર ઇકબાલ સિંહ ચહલને પત્ર લખીને ૨,૨૩૭ બસ તબક્કાવાર ખરીદવા માટે ૩,૪૧૯ કરોડ રૂપિયાની નાણાકીય સહાયની માગણી કરી હતી. પત્રમાં ટ્રાન્સપોર્ટ સંસ્થાએ જણાવ્યું હતું કે ૧૧ જૂન ૨૦૧૯ના રોજ બેસ્ટ વર્કર્સ યુનિયન સાથે હસ્તાક્ષર કરાયેલા સમજૂતીપત્ર (એમઓયુ)માં કલમ નંબર ત્રણ મુજબ એના કાફલામાં ૩,૩૩૭ બસ જાળવવી જરૂરી છે.
ADVERTISEMENT
૨,૨૩૭ નવી બસ ખરીદવાની જરૂરિયાત પર પ્રકાશ પાડતાં ટ્રાન્સપોર્ટ બૉડીએ જણાવ્યું હતું કે એણે માર્ચના અંત પહેલાં એની ૧,૬૯૬ બસ સ્ક્રૅપ કરી દીધી હતી અને આ નાણાકીય વર્ષમાં વધુ ૫૪૧ બસ દૂર કરવામાં આવે એવી અપેક્ષા છે.


