સ્પીડ-ગવર્નર બેસાડવામાં આવશે અને સ્પીડ કન્ટ્રોલ કરવામાં આવશે. એમાં ફુલ સ્પીડમાં બસ ચલાવ્યા છતાં બસ મૅક્સિમમ ૫૦ કિલોમીટરની ઝડપે જ દોડશે.
પ્રતીકાત્મક તસવીર
કુર્લામાં બૉમ્બે ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સ્પોર્ટ અન્ડરટેકિંગ (BEST)ની કૉન્ટ્રૅક્ટ અને લીઝ પરની બસના અકસ્માતમાં ૮ વ્યક્તિએ જીવ ગુમાવ્યા બાદ હવે BESTએ ભવિષ્યમાં આવો અકસ્માત ન થાય એ માટે કેટલાક મહત્ત્વના નિર્ણય લીધા છે. કૉન્ટ્રૅક્ટ પરની બસ અત્યારે કોઈ જ સ્પીડ-લિમિટ ધરાવતી નથી, પણ હવે પછી એની સ્પીડ-લિમિટ પ૦ કિલોમીટર પ્રતિ કલાક નિયંત્રિત કરવામાં આવશે. એ માટે સ્પીડ-ગવર્નર બેસાડવામાં આવશે અને સ્પીડ કન્ટ્રોલ કરવામાં આવશે. એમાં ફુલ સ્પીડમાં બસ ચલાવ્યા છતાં બસ મૅક્સિમમ ૫૦ કિલોમીટરની ઝડપે જ દોડશે.
બીજું, કૉન્ટ્રૅક્ટ પરના ડ્રાઇવરોને અગાઉ બસ ચલાવવા માટે એક અઠવાડિયાની ટ્રેઇનિંગ આપવામાં આવતી હતી, પણ હવે BESTએ નિર્ણય લીધો છે કે એ ડ્રાઇવરોને પણ પૅસેન્જર સાથેની રેગ્યુલર બસ ચલાવતાં પહેલાં એક મહિનાની ફરજિયાત ટ્રેઇનિંગ આપવામાં આવશે.

