બસની કૅબિનમાં કોઈ વાયર બળી જવાને કારણે આગ લાગતાં કૅબિનમાં ધુમાડો ફેલાઈ ગયો હતો
પ્રતીકાત્મક તસવીર
શુક્રવારે બપોરે વિક્રોલી નજીક બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ની બસમાં આગ લાગી હતી. વિક્રોલી સ્ટેશનથી કન્નમવારનગર તરફ જતી ૩૧૭ નંબરની CNG બસ પ્રગતિ વિદ્યાલય નજીક પહોંચી ત્યારે એમાં અચાનક આગ લાગી હતી. બસની કૅબિનમાં કોઈ વાયર બળી જવાને કારણે આગ લાગતાં કૅબિનમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. બસ-ડ્રાઇવર અને કન્ડક્ટરે બધા જ મુસાફરોને સલામત રીતે બસમાંથી ઉતારીને બસમાં ઉપલબ્ધ ફાયર-એક્સ્ટિંગ્વિશરની મદદથી આગ બુઝાવી હતી.
આ બસ મારુતિ ટ્રાવેલ પાસેથી લીઝ પર લેવાઈ હતી. એક મહિના પહેલાં ફોર્ટમાં ડબલ ડેકર ઇલેક્ટ્રિક બસમાં આગ લાગી હતી. આવા બનાવોને કારણે મુસાફરોની સુરક્ષા સામે પ્રશ્નો ઊભા થયા છે.


