સચિન કાલન નામનો આરોપી બૅન્કમાં રિલેશનશિપ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતો હતો તેમ જ ગોલ્ડ લોનના કેસ હૅન્ડલ કરતો હતો.
પ્રતીકાત્મક તસવીર
અંબરનાથ-ઈસ્ટમાં આવેલી એક પ્રાઇવેટ બૅન્કમાં કામ કરતા અધિકારીની ગ્રાહકોએ ગીરવી મૂકેલા સોનાના દાગીનાની ચોરીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ દાગીનાની કિંમત ૨૬.૯૦ લાખ રૂપિયા છે. શિવાજીનગર પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘સચિન કાલન નામનો આરોપી બૅન્કમાં રિલેશનશિપ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતો હતો તેમ જ ગોલ્ડ લોનના કેસ હૅન્ડલ કરતો હતો. હોદ્દાનો ફાયદો ઉઠાવીને મે મહિનામાં તેણે લોન સામે ગ્રાહકોએ ગીરવી મૂકેલા દાગીના ચોરી લીધા હતા.’
સચિન કાલન સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ વિશ્વાસભંગ અને અન્ય ગુનાઓ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.

