મંદિરના બાંધકામનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે

પ્રતીકાત્મક તસવીર
રામમંદિરના બાંધકામ અને વહીવટ સાથે સંકળાયેલા એક અગ્રણી સભ્યે ગઈ કાલે કહ્યું હતું કે જાન્યુઆરી ૨૦૨૪ના ત્રીજા અઠવાડિયામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાથે અયોધ્યામાં બાંધવામાં આવી રહેલા મંદિરમાં ભગવાન રામલલ્લાની મૂર્તિ એના મૂળ સ્થળે સ્થાપવામાં આવશે.
શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરિ મહારાજે ડોમ્બિવલીમાં એક કાર્યક્રમમાં પત્રકારો સાથે બોલતાં ઉપરોક્ત વાતને સમર્થન આપતાં કહ્યું હતું કે મંદિરના બાંધકામનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. જોકે મંદિરના બાંધકામ અને આગામી ચૂંટણીને કોઈ સંબંધ ન હોવાની સ્પષ્ટતા તેમણે કરી હતી.