Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈના આ ગણપતિબાપ્પાની મૂર્તિનું વિસર્જન કેમ નથી થયું હજી?

મુંબઈના આ ગણપતિબાપ્પાની મૂર્તિનું વિસર્જન કેમ નથી થયું હજી?

Published : 28 September, 2026 07:40 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અનંત ચતુર્દશીએ નહીં પણ સંકષ્ટી ચતુર્થીએ થાય છે અંધેરીચા રાજાની મૂર્તિનું વિસર્જન

અંધેરીચા રાજા

અંધેરીચા રાજા


ગણેશોત્સવ પૂરો થઈ ગયો છે અને શ્રાદ્ધ પણ શરૂ થઈ ગયાં છે ત્યારે મુંબઈમાં હજી એક ગણેશજીની પ્રતિમાનું વિસર્જન શા માટે નથી થયું એ પ્રશ્ન સહજ ઊભો થાય જ. જોકે અંધેરીચા રાજાની ગણેશમૂર્તિનું વિસર્જન ૨૯ સપ્ટેમ્બરે એટલે કે આવતી કાલે કરવામાં આવશે. સામાન્ય રીતે ગણેશોત્સવમાં સ્થાપિત ગણપતિની મૂર્તિઓનું વિસર્જન અનંત ચતુર્દશી સુધીમાં થઈ જાય છે. જોકે અંધેરીચા રાજા ગણપતિની મૂર્તિનું વિસર્જન દર વર્ષે અનંત ચતુર્દશી પછી આવતી સંકટ ચતુર્થીના દિવસે જ થાય છે. આ વર્ષે સંકટ ચતુર્થી મંગળવારે ૨૯ સપ્ટેમ્બરે આવતી હોવાને કારણે અંગારકી ચતુર્થી પણ કહેવાશે. આ દિવસે અંધેરીચા રાજાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે. 

૧૯૬૬માં શરૂ કરવામાં આવેલું આ ગણપતિ મંડળ એક અલગ જ પ્રકારની પરંપરાને માને છે. તેમના મતે વર્કર્સ અને એક ઇન્ડસ્ટ્રી વચ્ચે થયેલા મતભેદનો ઉકેલ ગણપતિજીએ લાવ્યો હતો. જો ઉકેલ આવે તો દર વર્ષે બાપ્પાની મૂર્તિનું વિસર્જન સંકટ ચોથના દિવસે કરવાની માનતા રાખવામાં આવી હતી. સમસ્યાનો ઉકેલ આવ્યા બાદથી હવે દર વર્ષે સંકષ્ટી ચતુર્થીના દિવસે જ અંધેરીચા રાજાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

28 September, 2026 07:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK