Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અંધેરીના ​બિઝનેસમૅનના ૪૨ લાખ ડીમૅટ અકાઉન્ટમાં ટ્રાન્સફર ન થયા

અંધેરીના ​બિઝનેસમૅનના ૪૨ લાખ ડીમૅટ અકાઉન્ટમાં ટ્રાન્સફર ન થયા

Published : 03 March, 2024 03:10 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અંધેરીના અન્ય ​બિઝનેસમૅને સાઇબર ફ્રૉડમાં ૧૯.૫૦ લાખ રૂ​પિયા ગુમાવ્યા : વિક્ટિમ્સને વૉટ્સઍપ ગ્રુપમાં ઍડ કરીને તેમને કાયદેસર સ્ટૉકમાર્કેટ સાઇટ્સ સાથે જોડાયેલી ફેક ટ્રેડિંગ સાઇટમાં રોકાણ કરવા સમજાવવામાં આવતા હતા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સેબીએ સોશ્યલ મીડિયા ઍડ્સનો ઉપયોગ કરીને ફેક સ્ટૉકમાર્કેટ ટ્રેડિંગ સ્કીમમાં રોકાણ બમણું કરવાનું વચન આપતા લોકોથી સાવધ રહેવા જણાવ્યું હતું. તાજેતરમાં આવી અસંખ્ય ફરિયાદો મળ્યા બાદ સેબીએ અનરજિસ્ટર્ડ ઍપ્સ દ્વારા ઇન્વેસ્ટ કરવા સામે ચેતવણી આપી હતી.

અંધેરીના ૪૮ વર્ષના બિઝનેસમેને આ મહિને ૪૨ લાખ રૂ​પિયા ગુમાવ્યા બાદ સાઇબર સેલમાં કેસ નોંધાવ્યો હતો. તેમણે ફરિયાદમાં કહ્યું હતું કે ‘હું ઇન્સ્ટાગ્રામ પર શૅરમાર્કેટ ઇન્વેસ્ટમેન્ટ અને હાઈ પ્રૉફિટને પ્રમોટ કરતી રીલ્સ જોઈ રહ્યો હતો. આ દરમ્યાન મેં ઇન્વેસ્ટમેન્ટમાં રસ બતાવ્યો અને તેમની સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું. તે વ્યક્તિએ કાર્સન વેલ્થ, બેરિંગ કૅપિટલ અને પેન્થિયોન વેન્ચર એમ ત્રણ કંપની સાથે મારો પરિચય કરાવ્યો. ત્યાર બાદ મને આ કંપનીઓના ચાર અલગ-અલગ વૉટ્સઍપ ગ્રુપમાં ઍડ કરવામાં આવ્યો જ્યાં ઇન્વેસ્ટમેન્ટ ટિપ્સ શૅર કરવામાં આવી હતી.’



તેમણે ઉમેર્યું હતું કે ‘આ ટિપ્સના આધારે મેં મારા ડીમૅટ અકાઉન્ટમાં રોકાણ કરવાનું શરૂ કર્યું અને શરૂઆતમાં થોડો પ્રૉફિટ જોયા બાદ મને તેમના પર વિશ્વાસ થયો હતો. વિદેશી સંસ્થાકીય રોકાણકારોના અકાઉન્ટનો ઉપયોગ કરવાની સૂચના બાદ મેં સીએચસી-એસઈએસ, એફયુવાયએ, પીટી કંપનીઓમાંથી ઍપ્સ ડાઉનલોડ કરીને ટ્રેડિંગ માટે ફન્ડ ટ્રાન્સફર કર્યું હતું. ઍપ્સમાં દર્શાવવા છતાં ૪૨ લાખ રૂ​પિયા ડીમૅટ અકાઉન્ટમાં ટ્રાન્સફર થયા નહોતા એટલે મેં સ્કેમની સાઇબર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.


અંધેરીના અન્ય એક બિઝનેસમૅન ફેસબુલ રીલ્સથી આ ફ્રૉડ સ્કીમ સુધી પહોંચ્યા હતા અને તેમને ‘વાયએચ-સી માસ્ટર યૉર ડેસ્ટિની એસઈક્યુયુઓઆઇએ’ વૉટ્સઍપ ગ્રુપમાં ઍડ કરવામાં આવ્યા હતા. ગ્રુપની ચૅટ વાંચીને તેમને થયું કે આ ગ્રુપ દ્વારા બીએસઈ આઇપીઓ અને શૅર્સમાં રોકાણ કરવાથી નોંધપાત્ર નફો મળી શકે છે.’

જુહી નિશા તરીકે ઓળખાતી ગ્રુપ ઍડ્મિને તેમને નોંધપાત્ર નફો મેળવવા માટે ટિપ્સ ફૉલો કરવા કહ્યું હતું અને એક એસઈક્યુયુઓઆઇએ કૅપિટલ પ્રાઇમરી માર્કેટ ટ્રેડિંગ અકાઉન્ટ ઍપ્લિકેશન ફૉર્મ ફૉર્વર્ડ કર્યું જેમાં બૅન્કિંગ વિગતો અને કેવાયસી ઇન્ફર્મેશન ભરવાની હતી. એ પછી તેમને કહેવામાં આવ્યું કે ઍપ્લિકેશન સ્વીકારવામાં આવી છે. ફરિયાદ મુજબ તેમણે સ્કેમરે આપેલા સ્ટૉકમાર્કેટ અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવાનું ચાલુ રાખ્યું અને તેમને ૧૯.૫૦ લાખ રૂ​પિયાનું રોકાણ કર્યા પછી છેતરપિંડીનો અહેસાસ થયો.


સોમવારે સાઇબર પોલીસે સ્ટૉકમાર્કેટ સ્કૅમમાં ૭૨ વર્ષના નાગરિક સાથે ૩.૬૯ કરોડ રૂ​પિયાની છેતરપિંડી કરવા બદલ સાન્તાક્રુઝમાં ૩૭ વર્ષના કેતબ બિસ્વાસની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ મુંબઈ સાઇબર યુનિટે ૨.૨૦ કરોડ રૂ​પિયા રિકવર કર્યા હતા.

સાઇબર સેલના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘વૉટ્સઍપ ગ્રુપમાં લોકોને ઍડ કરીને ટિપ્સના આધારે થયેલા જંગી પ્રૉફિટના સ્ક્રીનશૉટ શૅર કરવામાં આવે છે અને નવા સભ્યોને લલચાવવામાં આવે છે. અમને શંકા છે કે આ સ્કૅમ વિદેશથી ઑપરેટ થઈ રહ્યું છે.’  

Whatsapp-channel Whatsapp-channel

03 March, 2024 03:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK