લોકભાની ચૂંટણીમાં કારમી પછડાટ ખાધા બાદ અમિત શાહે મહારાષ્ટ્રની કમાન પોતાના હાથમાં લીધી છે અને વિધાનસભાની ચૂંટણીમાં પક્ષની સ્થિતિ મજબૂત કરવા માટેના પ્રયાસ કરી રહ્યા છે.
અમિત શાહ
કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અમિત શાહ આજે મુંબઈની મુલાકાતે આવશે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે સત્તાધારી મહાયુતિમાં બેઠકોની ફાળવણી અને તૈયારી બાબતે તેઓ બપોરે એક વાગ્યે દાદરમાં આવેલા યોગી સભાગૃહ અને સાંજે પાંચ વાગ્યે નવી મુંબઈના વાશી ખાતે સેક્ટર-૩૦એના સિડકો કન્વેન્શન સેન્ટરમાં બેઠક કરશે. આ બન્ને બેઠકોમાં BJPના પદાધિકારીઓ અને કાર્યકરોને આમંત્રિત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. લોકભાની ચૂંટણીમાં કારમી પછડાટ ખાધા બાદ અમિત શાહે મહારાષ્ટ્રની કમાન પોતાના હાથમાં લીધી છે અને વિધાનસભાની ચૂંટણીમાં પક્ષની સ્થિતિ મજબૂત કરવા માટેના પ્રયાસ કરી રહ્યા છે.