વાયરલ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે એક ઍર હોસ્ટેસ મુસાફરોને શાંત કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ મુસાફરો વિલંબનું કારણ પૂછતા ગુસ્સે ભરાયેલા જોવા મળી રહ્યા છે. કેટલાક મુસાફરોએ વીડિયો બનાવવાનું શરૂ કર્યું, જેનો ક્રૂ મેમ્બર્સે વિરોધ કર્યો હતો.
પ્રતિકાત્મક તસવીર (સૌજન્ય મિડ-ડે )
છેલ્લા અનેક સમયથી ફ્લાઇટમાં ગરબડ થવાના અનેક સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં પણ ફરી ઈન્ડિગો ફ્લાઈટમાં હોબાળો થવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઈન્ડિગો ઍરલાઈન્સની ફ્લાઈટ 6E-5028 શનિવારે સાંજે મુંબઈથી વારાણસી જતી હતી, પરંતુ ટૅકનિકલ તપાસને કારણે વિમાન મુંબઈ ઍરપોર્ટના રનવે પર એક કલાકથી વધુ સમય સુધી ઊભું રહ્યું. આ વિલંબથી ગુસ્સે થયેલા મુસાફરોએ વિમાનની અંદર હોબાળો શરૂ કર્યો, જેનો એક મિનિટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. આ ઘટનાએ ઈન્ડિગોની કામગીરી અને મુસાફરોના સંચાલન પર પ્રશ્નો ઉભા કર્યા છે.
मुंबई से वाराणसी जाने वाली इंडिगो एयरलाइन की फ्लाइट तकनीकी कारणों से घंटों तक रनवे पर खड़ी रही. यात्रियों और क्रू-मेम्बर्स के बीच बहस हुई.वीडियो बनाने से मना किया गया. यात्री परेशान दिखे,, समाधान की स्पष्ट जानकारी नहीं दी गई..ll pic.twitter.com/GJ0SBlJN05
— ?? Farhan Irakee . (@FarhanIrakee) July 27, 2025
ADVERTISEMENT
વાયરલ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે એક ઍર હોસ્ટેસ મુસાફરોને શાંત કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ મુસાફરો વિલંબનું કારણ પૂછતા ગુસ્સે ભરાયેલા જોવા મળી રહ્યા છે. કેટલાક મુસાફરોએ વીડિયો બનાવવાનું શરૂ કર્યું, જેનો ક્રૂ મેમ્બર્સે વિરોધ કર્યો હતો. આના પર એક મુસાફરે ગુસ્સામાં કહ્યું, "અમારે વીડિયો કેમ ન બનાવવા જોઈએ? શું અમારા જીવનની કોઈ કિંમત નથી?" આ નિવેદન મુસાફરોની નિરાશા અને સલામતી પ્રત્યેની ચિંતાને પ્રતિબિંબિત કરે છે. મુસાફરોએ આરોપ લગાવ્યો કે ઍરલાઈને વિલંબ વિશે સ્પષ્ટ માહિતી આપી નથી અને કોઈ સક્ષમ અધિકારી પરિસ્થિતિ સ્પષ્ટ કરવા આવ્યા નથી. આ ઘટનાની સોશિયલ મીડિયા પર વ્યાપક ચર્ચા થઈ રહી છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે ઈન્ડિગોની મનમાની અને નબળા સંચાલન માટે ટીકા કરી હતી, જ્યારે અન્ય લોકોએ ક્રૂ સભ્યો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી જેમને મૅનેજમેન્ટની ભૂલોનો ભોગ બનવું પડ્યું હતું.
એક પોસ્ટ મુજબ, કૅપ્ટન ઉર્વશીએ પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કર્યો અને આખરે હર હર મહાદેવના નારા વચ્ચે વિમાન વારાણસી માટે ઉડાન ભર્યું. ઈન્ડિગોએ આ ઘટના બાબતે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી. આ ઘટના તાજેતરના મહિનાઓમાં ઈન્ડિગોની ફ્લાઇટ્સ દ્વારા સામનો કરવામાં આવતી ઘણી સમસ્યાઓનું બીજું ઉદાહરણ છે, જેમ કે ટૅકનિકલ ખામીઓ અને ફ્લાઇટ રદ કરવી. મુસાફરોની ફરિયાદો અને સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોએ ઍરલાઇન મૅનેજમેન્ટ પર દબાણ વધાર્યું છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય પાસેથી આવી ઘટનાઓને રોકવાની પણ માગ કરવામાં આવી રહી છે.
Ready to fly @indigo @airsewa_MoCA #Mumbai #Varanasi #indigo 6E5028
— Deepak Singh (@imdpksinghIND) July 26, 2025
Captain Urvashi #Girlpower pic.twitter.com/oigiIaArKP
અમેરિકામાં પણ મોટી વિમાન દુર્ઘટના ટળી
અમેરિકા એક મોટી વિમાન દુર્ઘટનામાંથી માંડ માંડ બચી ગયું છે. શનિવારે બપોરે ડેનવર ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર અમેરિકન ઍરલાઇન્સની ફ્લાઇટ AA3023 ના લેન્ડિંગ ગિયરમાં આગ લાગી ત્યારે એક મોટી વિમાન દુર્ઘટના ટળી ગઈ. આ ઘટના ત્યારે બની જ્યારે વિમાન ટેકઑફની તૈયારી કરી રહ્યું હતું. વિમાનમાં સવાર તમામ 173 મુસાફરો અને 6 ક્રૂ સભ્યો સંપૂર્ણપણે સુરક્ષિત છે. જો કે, એક મુસાફરને નાની ઇજાઓ થતાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અન્ય પાંચ મુસાફરોને ઘટનાસ્થળે પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી.


