વાઇલ્ડલાઇફ વેલ્ફેર ગ્રુપના પ્રતિનિધિના કહેવા મુજબ તેમને શંકા છે કે વાહનની ટક્કરથી એનું મૃત્યુ થયું હતું
ફાઇલ તસવીર (તસવીર :કુણાલ ચૌધરી)
બુધવારે વહેલી સવારે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર પુખ્ત વયનું એક સોનેરી શિયાળ મૃત હાલતમાં મળી આવ્યું હતું. વાઇલ્ડલાઇફ વેલ્ફેર ગ્રુપના પ્રતિનિધિના કહેવા મુજબ તેમને શંકા છે કે વાહનની ટક્કરથી એનું મૃત્યુ થયું હતું. અલર્ટ બાદ રેસ્ક્યુ ટીમ કાંજુરમાર્ગ એરિયામાં ઘટનાસ્થળે પહોચી હતી. રેસ્કિંક અસોસિએશન ફૉર વાઇલ્ડલાઇફ વેલ્ફેરના સ્થાપક અને વન વિભાગના માનદ વન્યજીવ વૉર્ડન પવન શર્માએ જણાવ્યું હતું કે શિયાળને કોઈ ઈજા થઈ હતી કે કેમ એ જાણવા ડીટેલ્ડ નેક્રોસ્પી (પોસ્ટમૉર્ટમ) કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે મુંબઈને પાડોશી નવી મુંબઈ અને થાણે સાથે જોડતો સૌથી વ્યસ્ત માર્ગ છે. એ થાણે ક્રીક ફ્લૅમિંગો અભયારણ્ય અને મૅન્ગ્રોવ જંગલોની નજીક આવેલી છે, જે શિયાળનું કુદરતી નિવાસસ્થાન છે.


