° °

આજનું ઇ-પેપર
Friday, 27 May, 2022


અનેક મહિલાઓને બ્લૅકમેઇલ કરીને રેપ કરનારો આરોપી ગોવાથી ઝડપાયો

11 May, 2022 08:31 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યુવતીના વાંધાજનક વિડિયો અને તસવીરો વાઇરલ કરી દેવાની ધમકી આપ્યા બાદ તેના પર અનેક વખત બળાત્કાર ગુજારનારા આરોપીની ધરપકડ કરાઈ હતી.

પ્રતીકાત્મક તસવીર Crime News

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ (પી.ટી.આઇ.) ઃ યુવતીના વાંધાજનક વિડિયો અને તસવીરો વાઇરલ કરી દેવાની ધમકી આપ્યા બાદ તેના પર અનેક વખત બળાત્કાર ગુજારનારા આરોપીની ધરપકડ કરાઈ હતી.
કળવા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર મનોહર અવહદે આપેલી જાણકારી અનુસાર સોલાપુર જિલ્લામાં રહેતા આરોપી ગણેશ ઉર્ફે જિતુ અશોક સૂર્વાસે (૩૩ વર્ષ) ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૯થી ૧૦ માર્ચ ૨૦૨૨ દરમ્યાન અનેક વખત મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો અને તે મહિલા અન્ય કોઈ સાથે લગ્ન કરવાનો ઇરાદો ધરાવે છે એ જાણ્યા પછી સોશ્યલ મીડિયા પર તેને બદનામ કરવાના ઘણા પ્રયાસ કર્યા હતા.
અધિકારીએ જણાવ્યું હતું કે ‘જિતુએ યુવતીને બર્થ-ડે પાર્ટી માટે પોતાના ઘરે બોલાવી હતી અને પીણું પીવડાવ્યા બાદ તેના પર બળાત્કાર કર્યો હતો. તેણે એ સમયે યુવતીના વાંધાજનક વિડિયો અને તસવીરો લીધા બાદ તેને બ્લૅકમેઇલ કરતો હતો અને વારંવાર તેના પર બળાત્કાર ગુજારતો હતો. યુવતીની ફરિયાદના આધારે આઇપીસી અને ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ઍક્ટની જોગવાઈઓ હેઠળ જિતુ સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તે પાડોશી રાજ્ય કર્ણાટકમાં સતત રહેઠાણ બદલતો હોવાનું તપાસના આધારે જાણવા મળ્યું હતું.’
અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે ‘બાતમીના આધારે અમે ગોવાથી 
તેને ઝડપી લીધો હતો. તેણે આ 
મોડસ ઑપરેન્ડી અપનાવીને ઘણી મહિલાઓને બ્લૅકમેઇલ કરીને તેમના પર બળાત્કાર કર્યો હોવાનું તપાસમાં ખૂલ્યું હતું.’
રહેઠાણ બદલતો હોવાને કારણે આપરાધી હાથમાં નહોતો આવતો.

11 May, 2022 08:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

ક્રૂઝ શિપ ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને NCBએ આપી ક્લીન ક્લીન ચીટ

ડ્રગ્સના કેસમાં કુલ 8 લોકોની ધરપકડ કરવામાં આવી હતી

27 May, 2022 01:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

કોરોનાએ સદંતર વિદાય નથી લીધી એટલે માસ્ક પહેરવાનું ચાલુ રાખો :ઠાકરેની લોકોને અપીલ

કોરોના સામેની લડતમાં રક્ષણ માટેનાં હથિયાર હેઠાં ન મૂકવાની અપીલ કરતાં કહ્યું હતું કે સંક્રમણ ફેલાય નહીં એ માટે લોકોએ ફેસમાસ્ક પહેરવાનું ચાલુ રાખવું જોઈએ. રાજ્ય કૅબિનેટની સાપ્તાહિક બેઠક દરમિયાન તેમણે લોકોને ઉપરોક્ત અપીલ કરી હતી.

27 May, 2022 09:57 IST | Mumbai | Agency
મુંબઈ સમાચાર

શૉકિંગ : વસઈના સમુદ્રકિનારે મૃતદેહોને દફનાવવામાં આવે છે

ભૂઈગાંવ અને સુરુચિબાગ જેવા જાણીતા દરિયાકિનારા પર વસઈ પોલીસે બિનવારસી મૃતદેહો દફનાવ્યા હોવાનું જાણવા મળ્યું

27 May, 2022 09:53 IST | Mumbai | Priti Khuman Thakur

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK