° °

આજનું ઇ-પેપર
Thursday, 28 October, 2021


કુર્લામાં લાગેલી ભેદી આગમાં ૨૦ જેટલી બાઇક થઈ ખાખ

14 October, 2021 09:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

મકાનમાં રહેતા લોકોને અને એ બાઇકના માલિકોને જ્યારે જાણ થઈ ત્યારે તેમણે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. ફાયર બ્રિગેડને પણ એની જાણ કરાઈ હતી.

કુર્લામાં લાગેલી ભેદી આગમાં ૨૦ જેટલી બાઇક થઈ ખાખ

કુર્લામાં લાગેલી ભેદી આગમાં ૨૦ જેટલી બાઇક થઈ ખાખ

કુર્લા-ઈસ્ટમાં સ્ટેશન પાસે આવેલા એક એસઆરએ બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં પાર્ક કરાયેલી ૨૦ જેટલી બાઇક મંગળવારે રાતે આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી. મકાનમાં રહેતા લોકોને અને એ બાઇકના માલિકોને જ્યારે જાણ થઈ ત્યારે તેમણે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. ફાયર બ્રિગેડને પણ એની જાણ કરાઈ હતી. આ અકસ્માત હતો કે કોઈએ જાણી જોઈને આગ લગાડી હતી એ જાણી શકાયું નહોતું. કુર્લા-ઈસ્ટના નેહરુનગર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર ચંદ્રશેખર ભાબળે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને પણ આગની જાણ થતાં અમે ઘટનાસ્થળે ધસી ગયા હતા. જોકે અમને આ સંદર્ભે કોઈ ફરિયાદ મળી નથી. અમે તપાસ કરી હતી, પણ ત્યાં લગાવવામાં આવેલા સીસીટીવી કૅમેરા ચાલુ નહોતા એટલે એમાં કશું જ રેકૉર્ડ થયું નથી. એથી આ આગ કઈ રીતે લાગી એ કહેવું મુશ્કેલ છે. જો અમને આ વિશે ફરિયાદ મળશે તો અમે એ વિશે વધુ તપાસ કરીશું.’ 
તસવીર : પીટીઆઇ

14 October, 2021 09:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

પેટ્રોલ-ડિઝલનો ભાવવધારો સામાન્ય માણસના હિતમાં છે: ઉદ્ધવ ઠાકરે

આ પ્રસંગે, શ્રોતાઓ સાથે વાર્તાલાપ કરતી વખતે, મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પેટ્રોલ-ડિઝલની વધતી કિંમતોને લઈને કટાક્ષ સાથે કેન્દ્ર સરકારની ટીકા કરી હતી.

28 October, 2021 06:43 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

Cruise Ship Drug Case: આખરે આર્યન ખાનને રાહત મળી, હાઈકોર્ટે આપ્યા જામીન

બોમ્બે હાઈકોર્ટે ડ્રગ્સ-ઓન-ક્રુઝ કેસમાં આર્યન ખાનને જામીન આપ્યા છે.

28 October, 2021 05:09 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

વાનખેડેની પત્નીએ ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો; કહ્યું બાળાસાહેબે આ ચલાવ્યું ન હોત

ક્રુઝ ડ્રગ્સ કેસમાં ઘેરાયેલા NCBના મુંબઈ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકરે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને ન્યાયની વિનંતી કરી છે.

28 October, 2021 05:01 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK