મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયા પાસે કુવૈત બોટ (Suspicious Kuwaiti Boat ) મામલે હંગામો થયો હતો. અહીં પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી હતી. આ મામલે એવું જાણવા મળ્યું છે કે મુંબઈના હુમલાના આતંકીઓ જયાંથી આવ્યાં હતાં ત્યાંથી જ બોટ આવી રહી હતી.
મળી આવેલી શંકાસ્પદ બોટ
કી હાઇલાઇટ્સ
- ગેટવે ઓફ ઈન્ડિયા પાસે શંકાસ્પદ બોટ મળતા હંગામો
- મુંબઈ હુમલાના આતંકીઓ જયાંતી આવ્યાં હતાં ત્યાંથી આવી બોટ
- પોલીસ તપાસ બાદ મામલો થશે સ્પષ્ટ
Suspicious Kuwaiti Boat : બુધવારે મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયા પાસે હંગામો થયો હતો. અહીં પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી હતી. આ ત્રણ શંકાસ્પદ લોકો નાની બોટમાં અહીં ફરતા હતા. આ બોટ કુવૈતની છે, પોલીસે તેને પણ જપ્ત કરી છે. પોલીસે જણાવ્યું કે ત્રણેય પર ગેરકાયદેસર રીતે મુંબઈમાં પ્રવેશ કરવાનો આરોપ છે. પોલીસે આ મામલે FIR નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અધિકારીએ કહ્યું કે `ગેટવે ઓફ ઈન્ડિયા` પર પાર્ક કરેલી બોટ (Suspicious Kuwaiti Boat)માંથી પ્રથમ દૃષ્ટિએ કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. બોટ દ્વારા આવેલા ત્રણેય લોકો તમિલનાડુના રહેવાસી છે, તેઓ બે વર્ષ પહેલા કામ અર્થે કુવૈત ગયા હતા.