પુણેના ખડકી પોલીસ સ્ટેશનમાં તહેનાત સબ ઇન્સ્પેક્ટર ત્રણ દિવસથી ગાયબ હતો
સબ-ઇન્સ્પેક્ટર અણ્ણા ગુંજાળ.
પુણેના ખડકી પોલીસમાં ફરજ બજાવી રહેલો સબ-ઇન્સ્પેક્ટર અણ્ણા ગુંજાળ ત્રણ દિવસથી ગાયબ હતો. પરિવારજનો અને પોલીસ શોધી રહ્યા હતા ત્યારે મુંબઈગરાઓના ફેવરિટ હિલ-સ્ટેશન લોનાવલાના ટાઇગર પૉઇન્ટ પાસેના એક ઝાડ પર ગઈ કાલે સવારના અણ્ણા ગુંજાળનો મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. ટાઇગર પૉઇન્ટ પાસેથી સબ-ઇન્સ્પેક્ટરની કાર મળી આવી હતી, જેમાં એક ડાયરી હાથ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે સબ-ઇન્સ્પેક્ટરના મૃતદેહનો તાબો લઈને પોસ્ટમૉર્ટમ કરવા માટે હૉસ્પિટલમાં મોકલી આપ્યો હતો. જીવન ટૂંકાવનારો સબ-ઇન્સ્પેક્ટર અણ્ણા ગુંજાળ ત્રણ દિવસ ક્યાં હતો એ ટાઇગર પૉઇન્ટ સુધી કાર ચલાવીને ગયા બાદ શા માટે લટકી ગયો હતો એની તપાસ લોનાવલા ગ્રામીણ પોલીસે હાથ ધરી છે.


