એક ગ્રાહકે આરોપ લગાવ્યો છે કે તેને મુંબઈના અંધેરીમાં જિમીઝ બર્ગરમાં બર્ગરની અંદર કાચનો ટુકડો મળ્યો
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
એક ગ્રાહકે આરોપ લગાવ્યો છે કે તેને મુંબઈના અંધેરીમાં જિમીઝ બર્ગરમાં બર્ગરની અંદર કાચનો ટુકડો મળ્યો જેના કારણે પોલીસ અને ફૂડ અૅન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ને આ બાબતે ફરિયાદ કરવામાં આવી હતી.
આ ઘટના કથિત રીતે ૧૬ ઑગસ્ટે બની હતી. તનિશા ગોગરી એક મિત્ર સાથે રેસ્ટોરાંમાં ગઈ હતી. તેણે કોરિયન વેજ બર્ગરનો ઑર્ડર આપ્યો હતો. તેની ફરિયાદ મુજબ તેને બર્ગર ખાતી વખતે અેમાં કાચનો ટુકડો મળ્યો. તેણે રેસ્ટોરાં-મૅનેજમેન્ટને ઘટનાની જાણ કરી હતી. તનિશાએ આરોપ લગાવ્યો છે કે રેસ્ટોરાંના મૅનેજમેન્ટે કાચનો ટુકડો તપાસ માટે સાચવવાને બદલે કચરાપેટીમાં ફેંકી દીધો હતો. આ ઘટના બાદ તનિશાના પિતાએ આંબોલી પોલીસ-સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી અને FDAનો પણ સંપર્ક કર્યો હતો. પોલીસ અને ફૂડ સેફ્ટી અધિકારીઓ ફરિયાદની તપાસ કરી રહ્યા છે.
