હેશ અનંત કદમ નામનો કર્મચારી શહેરના વર્તકનગર એરિયામાં આવેલા પીત્ઝા જૉઇન્ટના પરિસરમાં નિયમિત સફાઈનાં કાર્યોમાં વ્યસ્ત હતા ત્યારે તેનો જીવ ગયો હતો. તેને કેવી રીતે ઇલેક્ટ્રિક શૉક લાગ્યો એ હજી તપાસવાનું બાકી છે.’
ઇલેક્ટ્રિક શૉક માટે વાપરવામાં આવેલી વાયર્સની પ્રતીકાત્મક તસવીર
બુધવારે સવારે થાણેમાં એક જાણીતા પીત્ઝા ચેઇનના આઉટલેટમાં ૨૪ વર્ષના એક કર્મચારીનું વીજ-કરન્ટ લાગવાથી મૃત્યુ થયું હતું. થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના વડા યાસિન તડવીએ જણાવ્યું હતું કે ‘મહેશ અનંત કદમ નામનો કર્મચારી શહેરના વર્તકનગર એરિયામાં આવેલા પીત્ઝા જૉઇન્ટના પરિસરમાં નિયમિત સફાઈનાં કાર્યોમાં વ્યસ્ત હતા ત્યારે તેનો જીવ ગયો હતો. તેને કેવી રીતે ઇલેક્ટ્રિક શૉક લાગ્યો એ હજી તપાસવાનું બાકી છે.’