Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Crime News:ઔરંગાબાદમાં એકતરફી પ્રેમીએ 19 વર્ષની યુવતીની ગળું કાપી કરી હત્યા

Crime News:ઔરંગાબાદમાં એકતરફી પ્રેમીએ 19 વર્ષની યુવતીની ગળું કાપી કરી હત્યા

22 May, 2022 03:20 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ ઘટના ઔરંગાબાદમાં દેવગીરી કોલેજ પાસેના ખાલી મેદાનમાં બની હતી. હત્યા કર્યા બાદ હત્યારો પ્રેમી મોટરસાયકલ લઈને ફરાર થઈ ગયો હતો.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


 

મુંબઈ: મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક 19 વર્ષીય કોલેજ જતી યુવતીને એકતરફી પ્રેમ કરનાર પાગલ પ્રેમીએ 200 ફૂટ સુધી ઢસડી અને ધારદાર સાબર વડે તેનું ગળું કાપી નાખ્યું હતુ. આ ઘટના ઔરંગાબાદમાં દેવગીરી કોલેજ પાસેના ખાલી મેદાનમાં બની હતી. હત્યા કર્યા બાદ હત્યારો પ્રેમી મોટરસાયકલ લઈને ફરાર થઈ ગયો હતો.



મળતી માહિતી મુજબ, ગુરુદ્વારાના ગુરુગોવિંદ સિંહ પુરા પાસે રહેતી 19 વર્ષની યુવતી બીબીએના બીજા વર્ષની વિદ્યાર્થીની હતી. જ્યારે તે શનિવારે બપોરે તેના મિત્ર સાથે ટુ વ્હીલર પર કોલેજ જતી હતી, ત્યારે પાછળથી શરણ સિંહ સેઠી નામનો 20 વર્ષનો છોકરો આવ્યો અને તેની સાથે બળજબરી કરવા લાગ્યો.


જ્યારે આ છોકરી અને તેના મિત્રએ પાગલ છોકરા સામે એક્શન લેવાનો પ્રયાસો કર્યો ત્યારે તે યુવતીને પહેલા 200 મીટર દૂર ખુલ્લા મેદાનમાં ખેંચી ગયો. ત્યારબાદ સાબર વડે ગળાના ભાગે 14 અને પેટમાં ત્રણ વાર ઘા મારી યુવતીની હત્યા કરી નાથી, જોકે બાદમાં આરોપી નાસી છૂટ્યો હતો. દિવસભર આ જઘન્ય હત્યાની તપાસ કરવા માટે ઔરંગાબાદ પોલીસે 4 ટીમો બનાવીને આરોપીઓની શોધ શરૂ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

22 May, 2022 03:20 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK