Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લાલબાગના ફોટોગ્રાફીના ટીચરને મેયરના પતિ દર્શાવતો બનાવટી વિડિયો થયો વાઇરલ

લાલબાગના ફોટોગ્રાફીના ટીચરને મેયરના પતિ દર્શાવતો બનાવટી વિડિયો થયો વાઇરલ

Published : 30 August, 2026 07:56 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોશ્યલ મીડિયા પર આ વિડિયો પોસ્ટ કરનારી યુટ્યુબ ચૅનલ સામે પોલીસે ફરિયાદ નોંધી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


લાલબાગ વિસ્તારમાં રહેતા અને વ્યવસાયે ફોટોગ્રાફી કરતા પંચાવન વર્ષના ટીચર રાજેશ તાવડે અને મુંબઈનાં મેયર રિતુ તાવડેની બદનામી કરવાના ઇરાદાથી સોશ્યલ મીડિયા પર વિડિયો પોસ્ટ કરનારી એક યુટ્યુબ ચૅનલ સામે કાલાચૌકી પોલીસે ગઈ કાલે ફરિયાદ નોંધી છે. ફરિયાદમાં ભ્રમિત અને ખોટો વિડિયો વાઇરલ કરવામાં આવ્યો હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. યુટ્યુબ પર આવેલી એક લિન્ક દ્વારા રાજેશ તાવડેને મુંબઈનાં મેયર રિતુ તાવડેના પતિ તરીકે દર્શાવતો શૉર્ટ વિડિયો સામે આવ્યો હતો. આ વિડિયોમાં ટીચરના ફોટોગ્રાફ્સ ફેસબુક પરથી મેળવીને મુંબઈના મેયરના ફોટો સાથે જોડી દેવામાં આવ્યા હતા અને તેમના જીવન-પરિચયમાં ખોટી અને ભ્રામક માહિતી રજૂ કરવામાં આવી હતી. કાલાચૌકી પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ 
‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફરિયાદી રાજેશ તાવડેએ યુટ્યુબ ચૅનલ gk-shorts-videos વિશે વધુ માહિતી મેળવતાં જાણવા મળ્યું હતું કે આ ચૅનલ પરથી કોઈ પણ પ્રકારની ચકાસણી કર્યા વિના જ તેમનો અને મેયર રિતુ તાવડેનો ફોટો વાપરીને આ શૉર્ટ વિડિયો ૨૩ ઑગસ્ટે અપલોડ કરવામાં આવ્યો હતો. આ પ્રકારના ખોટા દાવા દ્વારા તેમની અને મેયરની સામાજિક છબિને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ખાતરી થતાં અમારી પાસે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ કેસમાં વિડિયો અપલોડ કરનાર વિશે વધુ માહિતી ભેગી કરવામાં આવી રહી છે.’


Whatsapp-channel Whatsapp-channel

30 August, 2026 07:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK