Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સાકરની સંગ્રહખોરી ન થાય એ માટે રાજ્ય સરકાર સાબદી

સાકરની સંગ્રહખોરી ન થાય એ માટે રાજ્ય સરકાર સાબદી

Published : 30 August, 2026 07:59 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફૂડ ઍન્ડ સિવિલ સપ્લાય ડિપાર્ટમેન્ટે મિલો, વેપારીઓ, વિતરકો અને ઔદ્યોગિક ગ્રાહકો દ્વારા રાખવામાં આવેલા સ્ટૉકની ચકાસણી કરવા માટે આદેશ આપ્યો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સાકરના વધતા જતા ભાવને કન્ટ્રોલમાં રાખવા રાજ્ય સરકારે એનો સ્ટૉક કરવા માટે લિમિટ બાંધી છે અને સાથે જ વિદેશથી ૧૦ લાખ ટન કાચી સાકર ઇમ્પોર્ટ કરવાની પણ છૂટ આપી છે. એમ છતાં નિયમો ચાતરી, સાકરનો સ્ટૉક કરી, કૃત્રિમ અછત ઊભી કરી, ભાવ વધારીને લેવાના પ્રયાસ થતા રહે છે. એના પર અંકુશ મૂકવા હવે રાજ્ય સરકારના ફૂડ ઍન્ડ સિવિલ સપ્લાય ડિપાર્ટમેન્ટે મિલો, વેપારીઓ, વિતરકો અને ઔદ્યોગિક ગ્રાહકો દ્વારા રાખવામાં આવેલા સ્ટૉકની ચકાસણી માટે આદેશ આપ્યો છે અને એની ચકાસણી ચાલુ કરી છે. ગોડાઉનમાં ફિઝિકલ ચેકિંગ કરવા માટે જિલ્લાસ્તરે ખાસ નિરીક્ષણ-ટીમોની રચના કરવામાં આવી છે. મુંબઈ અને થાણે વિભાગોમાં ખાસ ટીમો સંબંધિત રૅશનિંગ કન્ટ્રોલર્સ હેઠળ કાર્ય કરશે.

કેન્દ્ર સરકારના નિર્દેશોને અનુસરીને લાગુ કરાયેલા આ પ્રતિબંધો ૩૦ નવેમ્બર સુધી અમલમાં રહેશે. કેન્દ્રીય ધોરણો હેઠળ સરકારી એજન્સીઓ સિવાયના વેપારીઓ અને ડિસ્ટ્રિબ્યુટર્સ સાકર કલેક્ટ કર્યાની તારીખથી ૩૦ દિવસથી વધુ સમય સુધી સ્ટૉક રાખી શકતા નથી. તેમને કોઈ પણ સમયે ૪૦૦૦ ક્વિન્ટલથી વધુ સાકર રાખવાની પણ મનાઈ છે.



રાજ્યના નિર્દેશ અનુસાર વેપારીઓ અને ડિસ્ટ્રિબ્યુટરોએ સરકારી પોર્ટલ પર નોંધણી કરાવવી પડશે. સ્ટૉક છુપાવવા અથવા ખોટી માહિતી સબમિટ કરવા પર આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955 હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે જેમાં ફોજદારી કાર્યવાહીનો સમાવેશ થાય છે.


Whatsapp-channel Whatsapp-channel

30 August, 2026 07:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK