Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ખારના જૈન દેરાસરમાં દર્શન કરવા ગયેલી યુવતીની ૭૫,૭૦૦ રૂપિયાનો સામાન ભરેલી બૅગ ચોરાઈ

ખારના જૈન દેરાસરમાં દર્શન કરવા ગયેલી યુવતીની ૭૫,૭૦૦ રૂપિયાનો સામાન ભરેલી બૅગ ચોરાઈ

Published : 07 October, 2026 07:53 AM | Modified : 07 October, 2026 07:54 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

CCTV કૅમેરાના ફ‍ુટેજમાં ચોર થયો કેદ, પોલીસ-ફરિયાદ નોંધાઈ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ખાર-વેસ્ટ વિસ્તારમાં પાંચમા રસ્તા પર આવેલા જૈન દેરાસરમાં દર્શન કરવા ગયેલી બાવીસ વર્ષની ડિઝાઇનર યુવતીની કીમતી સામાન ભરેલી બૅગ ચોરાઈ જવાની ઘટના સામે આવી છે. આ મામલે યુવતીએ ગઈ કાલે ખાર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સોમવારે રાત્રે ૮.૨૫ વાગ્યે યુવતી ઑફિસથી છૂટીને દેરાસરમાં દર્શન કરવા ગઈ હતી. ત્યારે તેણે પોતાની બૅગ દેરાસરના પ્રવેશદ્વાર પાસેના એક ટેબલ નજીક મૂકી હતી. દેરાસરના પ્રથમ અને બીજા માળે દર્શન કરીને નીચે આવ્યા બાદ બૅગ ગાયબ જણાતાં તેણે આસપાસ તપાસ કરી હતી, પરંતુ મળી નહોતી.
ત્યાર બાદ દેરાસરના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ચકાસતાં એક માણસ આ બૅગ ઉઠાવીને દેરાસરની બહાર જતો સ્પષ્ટપણે નજરે પડ્યો હતો. બૅગમાં ૭૦,૦૦૦ રૂપિયાનું કંપનીનું લૅપટૉપ અને ચાર્જર, ૧૨૦૦ રૂપિયા રોકડા, ચશ્માં, ઘરની ચાવીઓ, ટિફિન, વૉટર બૉટલ, વૉલેટ અને મહત્ત્વનાં ઓળખપત્રો સહિત કુલ ૭૫,૭૦૦ રૂપિયાની મત્તા હતી. ચોરીની ખાતરી થતાં જ યુવતીએ ખાર પોલીસ-સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે ચોરની ભાળ મેળવવા તપાસ શરૂ કરી છે.   

બસમાં મોબાઇલ ચોરતી ગૅન્ગ પકડાઈ, ૧૬ લાખ રૂપિયાના ૪૨ મોબાઇલ જપ્ત



બસમાં પ્રવાસ કરતા લોકોને નિશાન બનાવીને મોબાઇલ ચોરતી ગૅન્ગની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. આ ગૅન્ગનો લીડર રાજસ્થાનનો હોવાનું પોલીસનું માનવું છે. આ મામલે ૭ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી પોલીસે ૧૬ લાખ રૂપિયાની કિંમતના વિવિધ બ્રૅન્ડના ૪૨ મોબાઇલ જપ્ત કર્યા હતા. કંબાલા હિલથી પેડર રોડ દરમ્યાન બસમાં પ્રવાસ કરતી વખતે મોબાઇલ ચોરી થઈ ગયો હોવાની ફરિયાદ મળતાં પોલીસે આ મામલે તપાસ કરી હતી. તપાસ દરમ્યાન આ ટોળકી ઝડપાઈ હતી. પોલીસે ટેક્નિકલ ઍનૅલિસિસ અને બાતમીદારોની મદદથી આખી ટોળકીને ઝડપી હતી. ૬ લોકોની ધરપકડ માનખુર્દ અને શિવાજીનગરથી કરવામાં આવી હતી, જ્યારે એક જણને રાજસ્થાનથી પકડવામાં આવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

07 October, 2026 07:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK