Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્રના સિંઘમ અને નાયક તુકારામ મુંઢે ધ ન્યુ યૉર્ક ટાઇમ્સ માટે રૉકસ્ટાર

મહારાષ્ટ્રના સિંઘમ અને નાયક તુકારામ મુંઢે ધ ન્યુ યૉર્ક ટાઇમ્સ માટે રૉકસ્ટાર

Published : 07 October, 2026 10:25 AM | Modified : 07 October, 2026 12:03 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘ઇન ઇન્ડિયા અ ફૂડ-સેફ્ટી ઇન્સ્પેક્ટર ઇઝ અ રૉકસ્ટાર’ એવા મથાળા સાથે ફ્રન્ટ પેજ પર આર્ટિકલ છાપ્યો અમેરિકન અખબારે

ન્યુ યૉર્ક ટાઇમ્સમાં છપાયેલો આર્ટિકલ.

ન્યુ યૉર્ક ટાઇમ્સમાં છપાયેલો આર્ટિકલ.


મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍મિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તરીકેનો પદભાર સંભાળ્યા બાદ લોકોના સ્વાસ્થ્યને નુકસાન થાય એવું ફૂડ આપતા લોકો પર તથા નકલી કૉસ્મેટિક્સ, દવાઓ વગેરે પર કાર્યવાહી કરીને સપાટો બોલાવનારા સિંઘમ અને નાયક તરીકે ઓળખાતા તુકારામ મુંઢેની પ્રશંસા ધ ન્યુ યૉર્ક ટાઇમ્સે કરી છે અને તેમને પહેલા પાને ચમકાવ્યા છે. પહેલા પાના પર તેમના વિશે લેખ છાપીને તેમને ભારતના રૉકસ્ટાર ફૂડ-સેફ્ટી ઇન્સ્પેક્ટર ગણાવ્યા હતા. ‘ઇન ઇન્ડિયા અ ફૂડ-સેફ્ટી ઇન્સ્પેક્ટર ઇઝ અ રૉકસ્ટાર’ એવા મથાળા સાથે તુકારામ મુંઢે વિશે આર્ટિકલ છાપવામાં આવ્યો હતો. 
આર્ટિકલમાં ફૂડ-સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરનારા રેસ્ટોરાંના માલિકોના મનમાં તુકારામ મુંઢેના નામનો ડર હોવાનું તથા ડાઇનિંગ કરવા જતા સામાન્ય લોકો તેમની ખૂબ જ પ્રશંસા કરતા હોવાનું તથા તેમનું માન રાખતા હોવાનું જણાવવામાં આવ્યું હતું. 
સામાન્ય રેસ્ટોરાં હોય, રસ્તા પરના ફૂડ-સ્ટોલ્સ કે લારીઓ હોય, હાઈ-એન્ડ રેસ્ટોરાં હોય, મૅક્ડોનલ્ડ્સ જેવી આંતરરાષ્ટ્રીય ફૂડ-ચેઇન હોય કે પછી સરકારી કૅન્ટીનો-કૅફેટેરિયા... કોઈ પણ તુકારામ મુંઢેની કાર્યવાહીથી નથી બચી શક્યું એમ લખીને ધ ન્યુ યૉર્ક ટાઇમ્સે તુકારામ મુંઢેની પ્રશંસા કરી હતી. અસ્વચ્છ કિચન કે પછી ફૂડ-સેફ્ટીના કોઈ પણ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને તુકારામ મુંઢેએ છોડ્યા નથી એમ ન્યુ યૉર્ક ટાઇમ્સના આર્ટિકલમાં લખવામાં આવ્યું હતું. 

તુકારામ મુંઢેએ હંમેશની જેમ નમ્ર રહીને આપી પ્રતિક્રિયા 
આ આર્ટિકલ છપાયાની જાણ થયા બાદ તથા તેમની પ્રશંસા થયા પછી તુકારામ મુંઢેએ પોતે ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપી હતી અને હંમેશની જેમ તેઓ ફક્ત પોતાની ફરજ બજાવી રહ્યા હોવાનું જણાવ્યું હતું. તેમણે લખ્યું હતું કે ‘ગુડ ગવર્નન્સ હેડલાઇનોમાં ચમકવાની વાત નથી, પરંતુ પરિવર્તન લાવવાની વાત છે. ફૂડ-સેફ્ટી લોકોની સુરક્ષા અને યોગ્ય ગુણવત્તા જળવાઈ રહે એ જોવાનો તથા લોકોનો ભરોસો જીતવાનો વિષય છે.’


Whatsapp-channel Whatsapp-channel

07 October, 2026 12:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK