કાપુરબાવડી પોલીસે ડમ્પર-ડ્રાઇવરની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી કરી છે.
અકસ્માત
થાણેના ઘોડબંદર રોડ પર કાપુરબાવડી પાસે ગઈ કાલે સવારે થયેલા અકસ્માતમાં ૬૬ વર્ષના હેમંત પટેલનું મૃત્યુ થયું હતું. આ સંદર્ભે કાપુરબાવડી પોલીસે ડમ્પર-ડ્રાઇવરની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી કરી છે.
કાપુરબાવડી પોલીસના જણાવ્યા અનુસાર હેમંત પટેલ તેમની ઍક્ટિવા પર ઘોડબંદર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કાપુરબાવડીમાં આવેલી સિનેવન્ડર ટૉકીઝ સામે ડમ્પરે તેમને અડફેટે લીધા હતા. જમણી બાજુથી તેઓ ડમ્પરને અથડાયા હતા અને ત્યાર બાદ તેઓ રસ્તા પર પટકાયા હતા અને ડમ્પરનું પાછલું પૈડું તેમના પરથી ફરી ગયું હોવાથી ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું. પોલીસે ૪૪ વર્ષના ડમ્પર-ડ્રાઇવર રમેશ સિંહની ધરપકડ કરી છે.