BMCએ મુંબઈમાં 9 ફાઈવ સ્ટાર ટોઈલેટ બનાવવાની યોજના બનાવી છે. તમામ શૌચાલય કેન્દ્રો આધુનિક સુવિધાઓથી સજ્જ હશે. જાણો મુંબઈવાસીઓને ક્યારે બન
ટોઈલેટ પ્રતીકાત્મક તસવીર
BMCએ મુંબઈમાં 9 ફાઈવ સ્ટાર ટોઈલેટ બનાવવાની યોજના બનાવી છે. તમામ શૌચાલય કેન્દ્રો આધુનિક સુવિધાઓથી સજ્જ હશે. મોબાઈલ ચાર્જિંગ, એટીએમ, શાવર, વોશિંગ મશીન, ભારતીય અને વિદેશી ટોયલેટ સીટ, ગરમ અને ઠંડુ પીવાનું પાણી ઉપરાંત મહિલાઓ, દિવ્યાંગો અને નાના બાળકો માટે વિશેષ સુવિધાઓ હશે. આ શૌચાલયનો ઉપયોગ કરવા માટે નજીવી રકમ ચૂકવવી પડશે.
બીએમસીના એક અધિકારીએ જણાવ્યું કે સરકાર લાંબા સમયથી તમામ સુવિધાઓ સાથે શૌચાલય (9 five star toilets) બનાવવાની વાત કરી રહી છે. તાજેતરમાં, સરકાર દ્વારા શહેરમાં આધુનિક સુવિધાઓ સાથે શૌચાલય બનાવવા માટે BMCને સૂચનાઓ આપવામાં આવી હતી. અમે આ માટે જગ્યા પસંદ કરી રહ્યા છીએ. શૌચાલયની સંપૂર્ણ રૂપરેખા ટૂંક સમયમાં તૈયાર કરવામાં આવશે. મુંબઈમાં દેશ-વિદેશના પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે. આ લોકોને શૌચાલયની સારી સુવિધા મળતી નથી. આવી સ્થિતિમાં અમે ફાઇવ સ્ટાર સુવિધા સાથેનું શૌચાલય (9 five star toilets) બનાવવાનું નક્કી કર્યું છે. BMCની ટીમ એક સર્વે કરશે અને તેમને બનાવવા માટે જગ્યા નક્કી કરશે.
ADVERTISEMENT
અહીં આધુનિક શૌચાલય બનાવી શકાય છે
સામાન્ય રીતે, તેમને સાઉથ મુંબઈ, બાંદ્રા, અંધેરીમાં, દરિયાકિનારા અને પ્રવાસી કેન્દ્રોની નજીક અને હાઈવેની આસપાસ બનાવવાની યોજના છે. અમે શૌચાલયમાં મફત સાબુ અને ગરમ પાણી આપવાની યોજના બનાવીએ છીએ. પાણી ગરમ કરવા માટે અહીં સોલાર પેનલ લગાવવામાં આવશે. અહીં લોન્ડ્રીની સુવિધા પણ હશે. BMC અધિકારીએ જણાવ્યું કે અગાઉ 2016માં ઘાટકોપરના આઝાદ નગરમાં અને 2021માં ધારાવી અને જુહુમાં સમાન શૌચાલય (9 five star toilets) બનાવવામાં આવ્યું હતું.
વર્સોવાથી દહિસર કોસ્ટલ રોડ
વર્સોવાથી દહિસર સુધી કોસ્ટલ રોડના કામમાં ઝડપ લાવવા માટે બીએમસી સતત પ્રયત્નો કરી રહી છે. બીએમસીએ તાજેતરમાં જ આ પરિયોજના માટે એક સલાહકારની નિયુક્તિ કરી છે. હવે બીએમસીએ આ પ્રૉજેક્ટના પેકેજ બી હેઠળ બાંગુર નગરથી માઈન્ડ સ્પેસ મલાડ (Coastal road section from Bangur Nagar to mind space Malad) સુધી કોસ્ટલ રોડ માટે ટેન્ડર જાહેર કર્યા છે. આ રોડ ગોરેગાંવ મુલુંડ લિંક રોડ (Goregaon Mulund Link Road) સાથે પણ જોડાશે, જે પશ્ચિમી ઉપનગરોથી પૂર્વી ઉપનગરો સુધી સીધું ટ્રાન્સપોર્ટેશન આપશે.
ઉલ્લેખનીય છે કે બાંદરા-વરલી સી-લિન્ક બાદ એ જ કોસ્ટલ રોડને આગળ વધારતાં વર્સોવા-બાંદરા સી-લિન્ક બ્રિજ બનાવવાનો નિર્ણય તો લેવાયો, પણ એનું કામ કોરોનાને કારણે અટકી પડ્યું હતું. ત્યાર બાદ અન્ય સમસ્યાઓને કારણે પાછું ઠેલાયું હતું અને હવે એણે માંડ ગતિ પકડી છે. હાલ એનું ૧૧ ટકા કામ પૂરું થયું છે અને જો બધું સમુંસૂતરું પાર પડ્યું તો એ 2026ના ડિસેમ્બર સુધી ચાલુ કરી દેવાની એમએસઆરડીસીની નેમ છે.