એક વાગ્યે મારું કામ પત્યું હતું. વડાપાંઉ ઓછાં પડતાં બીજાં ૨૦ વડાપાંઉ લઈને વહેંચ્યાં હતાં
સરોજ મહેતા
કોરોના વખતે ફરજ બજાવતા પોલીસોના જે હાલ થયા હતા એ જોઈને ત્યારે તેમને માત્ર પાણીની બૉટલ પહોંચાડતાં ૮૭ વર્ષનાં કાંદિવલીનાં સરોજ મહેતાએ ગઈ કાલે ભરતડકામાં ડ્યુટી બજાવતા પોલીસ-કર્મચારીઓને વડાપાંઉ અને પાણીની બૉટલો વહેંચી હતી. તેમના એ કાર્યને અનેક લોકોએ બિરદાવ્યું હતું.




