Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ચૂંટણી પહેલાં મુંબઈ પોલીસનું ઑપરેશન ઑલઆઉટ

ચૂંટણી પહેલાં મુંબઈ પોલીસનું ઑપરેશન ઑલઆઉટ

05 May, 2024 06:52 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૮ ફરાર, ૬૨ તડીપાર અને ​બિનજામીનપાત્ર વૉરન્ટવાળા ૫૩ આરોપી પકડાયા

શુક્રવાર રાતની નાકાબંધીમાં એક બાઇકરની ઝડતી લેતી પોલીસ

શુક્રવાર રાતની નાકાબંધીમાં એક બાઇકરની ઝડતી લેતી પોલીસ


લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મુંબઈમાં ચાલતા જુગારના અડ્ડા, ગેરકાયદે દારૂની દુકાનો, હોટેલ અને લૉજમાં ચાલતી ગેરકાયદે પ્રવૃ‌ત્ત‌િ સામે કાર્યવાહી કરવા માટે મુંબઈ પોલીસે શુક્રવારની રાતથી ગઈ કાલની સવાર સુધી ઑપરેશન ઑલઆઉટ હાથ ધર્યું હતું. આ ઑપરેશન ૧૩ ડેપ્યુટી અને ૪૧ અસિસ્ટન્ટ પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ તમામ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટરોની આગેવાનીમાં કરવામાં આવ્યાં હતાં જેમાં સેંકડો લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે ‘આ વ્યાપક કાર્યવાહીમાં આઠ ફરાર લોકો ઝડપાઈ ગયા હતા. જેમની સામે બિનજામીનપાત્ર વૉરન્ટ છે એવા ૫૩ લોકોને પકડવામાં આવ્યા હતા. ગેરકાયદે શસ્ત્રો ધરાવનારા ૪૯ લોકો સામે કાર્યવાહી કરવાની સાથે ગન સાથે બે જણની ધરપકડ કરવામાં આવી હતી. એ ઉપરાંત મુંબઈમાંથી તડીપાર કરવામાં આવેલા ૬૨ લોકોને પકડવામાં આવ્યા હતા. ગેરકાયદે જુગારના અડ્ડા અને ગેરકાયદે દારૂનું વેચાણ થતું હતું એવાં સ્થળોએથી ૩૦ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. એ સિવાય ૧૫૪ ફેરિયા સામે પગલાં લેવામાં આવ્યાં હતાં. મુંબઈમાં ૧૧૧ સ્થળોએ નાકાબંધી કરવામાં આવી હતી જેમાં ૭૨૩૩ વાહનો ચકાસવામાં આવ્યાં હતાં અને એમાં ૨૪૪૦ લોકો સામે મોટર વેહિકલ ઍક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હતી. આ નાકાબંધી દરમ્યાન દારૂ પીને વાહન ચલાવનારા ૭૭ લોકો સામે પગલાં લેવામાં આવ્યાં હતાં.’


Whatsapp-channel Whatsapp-channel

05 May, 2024 06:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK