દુબઈથી મિથેનોલ મગાવવા માટે ૨૦ ટકા રૂપિયા ઍડ્વાન્સ ચૂકવ્યા, પણ ત્યાંથી માલ મોકલ્યાની જે રસીદ આવી એ ખોટી હોવાની જાણ થતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી
પ્રતીકાત્મક તસવીર
બોરીવલીના કેમિકલ એક વેપારીનો ગયા વર્ષે એક યુવાને સંપર્ક કરી મોટી ક્વૉન્ટિટીમાં દુબઈથી મિથેનોલ અપાવવાનું કહી આશરે ૨૦ ટકા એટલે કે ૮.૪૬ કરોડ રૂપિયા ઍડ્વાન્સ સ્વીકાર્યા હતા. તે યુવાને ત્યાર બાદ માલની ડિલિવરી માટેની બીએલ (બિલ ઑફ લૅન્ડિંગ) રિસીટ મોકલી હતી. ફરિયાદીએ એ રિસીટ અંગે વધુ તપાસ કરતાં એ ખોટી હોવાનું સામે આવ્યું હતું. અંતે તેણે પોતાની સાથે થયેલી છેતરપિંડીની ફરિયાદ બોરીવલી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.




