ઘાટકોપર તેમ જ આસપાસના વિસ્તારોમાં પાણીપુરવઠો બંધ રહેશે એવી માહિતી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ઘાટકોપર-વેસ્ટમાં સંત તુકારામ બ્રિજ નજીક ૧૫૦૦ મિલીમીટર વ્યાસની મુખ્ય પાણીની પાઇપલાઇનમાં વાલ્વ ઇન્સ્ટૉલ કરવા તેમ જ ઘાટકોપરના હાઈ લેવલ જળાશયનો ઇનલેટ વાલ્વ ઇન્સ્ટૉલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. એને કારણે શનિવારે સવારે ૧૦ વાગ્યાથી ૨૪ કલાક માટે ઘાટકોપર તેમ જ આસપાસના વિસ્તારોમાં પાણીપુરવઠો બંધ રહેશે એવી માહિતી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે.

