Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ટીનેજરે મિત્રના ઘરે બાળકીને જન્મ આપ્યો અને બૉયફ્રેન્ડે તેની નાળ કાપી

ટીનેજરે મિત્રના ઘરે બાળકીને જન્મ આપ્યો અને બૉયફ્રેન્ડે તેની નાળ કાપી

Published : 10 May, 2026 08:27 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચેમ્બુરમાં બાળકીને જન્મ આપ્યા પછી માહિમની વિક્ટોરિયા સ્કૂલ પાસે ફુટપાથ પર તરછોડી દેનારી ૧૭ વર્ષની મમ્મીની ધરપકડ

માહિમથી મળી આવેલી નવજાત બાળકી.

માહિમથી મળી આવેલી નવજાત બાળકી.


માહિમની વિક્ટોરિયા સ્કૂલ પાસે ફુટપાથ પર જીવિત હાલતમાં મળી આવેલી નવજાત બાળકીની ૧૭ વર્ષની મમ્મીની પોલીસે ચેમ્બુરમાંથી ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ટીનેજર સામાજિક ભય, પરિવારના વિવાદ અને લોકો શું કહેશે એવા વિચારોના દબાણ હેઠળ બાળકીને ફુટપાથ પર છોડીને ફરાર થઈ ગઈ હતી. 

માહિમ પોલીસ-સ્ટેશનનાં ઇન્સ્પેક્ટર સુજાતા વાઘમારેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘માહિમની વિક્ટોરિયા સ્કૂલ પાસેની ફુટપાથ પરથી જીવિત હાલતમાં મળી આવેલી નવજાત બાળકીની ૧૭ વર્ષની મમ્મીની ચેમ્બુર વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમ્યાન સામે આવ્યું હતું કે ટીનેજર પોતાના બૉયફ્રેન્ડ સાથેના સંબંધમાં ગર્ભવતી બની હતી. ગયા અઠવાડિયે શનિવારે તેણે ચેમ્બુરમાં પોતાના મિત્રના ઘરે બાળકીને જન્મ આપ્યો હતો. બાળકીના જન્મ બાદ તેની નાળ પણ તેના બૉયફ્રેન્ડે કાપી હોવાની માહિતી મળી છે. બાળકીને ક્યાં રાખવી, લોકો શું કહેશે, પરિવાર સાથેના સંભવિત વિવાદ અને સામાજિક ભય જેવા અનેક વિચારોને કારણે ટીનેજરે નવજાત બાળકીને માહિમ વિસ્તારમાં ફુટપાથ પર છોડી દીધી હોવાની કબૂલાત કરી છે. આ સમગ્ર મામલે યુવતીના બૉયફ્રેન્ડની ભૂમિકાની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.’


Whatsapp-channel Whatsapp-channel

10 May, 2026 08:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK