BMCએ દુર્ગામાતાની મૂર્તિના વિસર્જન માટે ૫૩ કૃત્રિમ તળાવો ઊભાં કર્યા હતાં.
ફાઇલ તસવીર
મુંબઈમાં વિજયાદશમી પર દુર્ગામાતાની ૧૫૭૪ મૂર્તિઓનું વિસર્જન થયું હતું. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ આપેલી માહિતી મુજબ રાતે ૯ વાગ્યા સુધીમાં ૩૫૫ સાર્વજનિક મંડળની મૂર્તિ અને ૧૨૧૯ ઘરે લાવેલી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. બૉમ્બે હાઈ કોર્ટના આદેશ મુજબ ૬ ફુટથી નાની મૂર્તિઓનું વિસર્જન કૃત્રિમ તળાવમાં કરવાનું હોવાથી BMCએ દુર્ગામાતાની મૂર્તિના વિસર્જન માટે ૫૩ કૃત્રિમ તળાવો ઊભાં કર્યા હતાં.


